રિલાયન્સ જિયો હવે ટુંક સમયમાં 1999 રૂપિયાના Jiofi સાથે ફ્રી ડેટા અને વાઉચર આપવાની શરુઆત કરશે. આ ઓફરમાં ગ્રાહકોને કુલ મળીને 3595 રૂપિયાનો ફાયદો થશે. 1999 રૂપિયાના Jiofi સાથે 1295 રૂપિયાનો બંડલ્ડ ડેટા અને 2300 રૂપિયાના Jio વાઉચર મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં JioFiની કિંમત 1999 રૂપિયાથી ઘટીને 999 રૂપિયા થઈ હતી. આ ઓફર અંતર્ગત 1999 રુપિયાનું Jiofi ખરીદનારા ગ્રાહકોને 1295 રૂપિયાની કિંમતનો ડેટા મળશે. યુઝર 1.5Gb 2 GB અને 3GB વાળા પ્લાનનો ઉપયોગ કરી શકશે. Paytm AJIO અને રિલાયન્સ ડિજીટલના લાભ મળીને યુઝરને કુલ મળીને 2300 રૂપિયાનો ફાયદો મળશે. કુલ મળીને આ ડોન્ગલ ખરીદવાથી યુઝરને 3595 રૂપિયાનો ફાયદો તશે. નવી ઓફર હજી સુધી લાઈવ નથી થઈ.
જોકે હજુ સુધી જિયો ઑફર લાઇવ થઇ નથી પરંતુ ટેલિકૉમ ઑપરેટરના અનુસાર આ ઑફર ગુરુવારે લોન્ચ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કંપનીએ Jiofi 4Gની કિંમત 1999 રૂપિયાથી ઘટાડીને 999 રૂપિયા કરી હતી. વધુમાં વધુ લોકો સુધી jiofi પહોંચે તે માટે આ કિંમત ઘટાડવામાં આવી હતી.
તાજેતરમાં જ ટેલિકૉમ ઑપરેટરે હોટસ્પૉટ માટે અમેઝોનની સાથે પાર્ટનરશિપ કરી છે.