જાહેરાત / Jio, Vodafone, Idea, Airtelના યુઝર્સને લાગશે ઝટકો, આટલા મોંઘા થઈ જશે રીચાર્જ પ્લાન

Jio, Vodafone Idea, Airtel recharge plans could become 20 per cent more expensive

થોડાં દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટનો એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) સંબંધી નિર્ણય સરકારના પક્ષમાં આવવાથી દેશની પ્રમુખ ટેલીકોમ કંપનીઓ વોડાફોન-આઈડિયાએ સંકેત આપ્યા છે કે કંપની આવનારા દિવસોમાં તેના રિચાર્જ પ્લાનના રેટ વધારવા અંગે વિચારી રહી છે. ટેલીકોમ કંપનીની જાહેરાત બાદ અન્ય દિગ્ગજ કંપની એરટેલએ પણ તેના ટેરિફ પ્લાનના રેટ વધારવાની જાહેરાત કરી છે. આ જ રીતે જિયો પણ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વિવિધ નવા પ્લાન લોન્ચ કરી શકે છે અને તે પણ ટેરિફ રેટમાં વધારો કરી શકે છે. સૂત્રો મુજબ, ત્રણેય ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાન્સના રેટ વધારવા તૈયાર છે. જોકે, હાલ કંપની કેટલો રેટ વધારશે એ અંગે કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવાય છે કે ડિસેમ્બરથી ટેરિફ વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ