Jio Phone 2 ફ્લેશ સેલ 16 ઓગસ્ટથી શરૂ થશે. કંપનીએ મંગળવારે આ બાબતની માહિતી આપતા કહ્યુ કે ફ્લેશ સેલ બપોરે 12 વાગ્યે શરૂ થશે. ઇચ્છા ધરાવતા ગ્રાહક ફ્લેશ સેલમાં ઓનલાઇન jio.com પરથી Jio Phone 2 ખરીદી શકે છે. Jio Phone 2ને આ વર્ષે જૂલાઇમાં મુકેશ અંબાણીએ રિલાયન્સની જનરલ મીટિંગમાં લોન્ચ કર્યો હતો. Jio Phone 2 ગત વર્ષે આવેલા Jio Phoneનું હાઇ-એન્ડ વેરિયન્ટ છે. ફોનમાં મહત્વના ફેરફારનની વાત કરીએ તો તેમાં QWERTY કીપેડ છે જે ચાર નેવિગેશન બટન સાથે આવે છે.
Jio Phone 2 જોવામાં બ્લેકબેરીના ફોન્સ જેવો લાગી રહ્યો છે. ગત જિયો ફોન કરતા વધારે સારો લૂક ધરાવતા Jio Phone 2ને 2999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.
Jio Phone 2 ના ફિચર્સ:
આ નવા ફોનમાં હોરિઝોન્ટલ ડિસ્પ્લે ફિચર્સ આપવામાં આવ્યા છે. Jio Phone માં અત્યાર સુધી માત્ર વર્ટિકલ વ્યૂ સપોર્ટ મળતો હતો. Jio Phone 2માં 512mb RAM અને 4GB ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. Jio Phoneમાં પણ આટલી જ રેમ અને સ્ટોરેજ આપવામાં આવી હતી. બંને ફોન્સની સ્ટોરેજ માઈક્રો SD કાર્ડની મદદથી વધારી શકાય છે.
Jio Phone 2માં WhatsApp Facebook અને Youtubeની સુવિધા મળશે. Jio Phone યૂઝર્સને પણ આ બધી સુવિધા જલદી તેમના ફોન પર મળી શકશે. કેમેરાની વાત કરી 2MP બેક કેમેરા અને ફ્રન્ટમાં VGA કેમેરા આપવામાં આવ્યો છે. 4G WiFi બ્લુટ્યૂથ એનએફસી અને FM રેડિયો જેવા કનેક્ટિવીટી ફિચર્સ આપવામાં આવ્યા છે.