જો તમે JioPhone 2 ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો ટૂંક સમયમાં ફ્લેશ સેલ આવશે. 17 ઓક્ટોબરના જિયોની સત્તાવાર વેસબાઇટ jio.com પર જિયોની ફ્લેશ સેલ શરૂ થશે. આ સેલમાં યૂઝર્સ સસ્તા દરે JioPhone 2 ખરીદી શકશે. સસ્તો એટલા માટે કેમકે JioPhone ખરીદી પર યૂઝર્સને 200 રૂપિયાનું કેશબેક મળશે.
JioPhone 2નુ પેમેન્ટ જો Paytmની મદદથી કરવાથી યૂઝર્સને 200 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે. જિયોના આ ફોનની કિંમત 2999 રૂપિયા છે. JioPhone 2માં યૂઝર્સને ફૂલ કીપેડ એટલે કે QWERTY કીપેડ મળશે. મુકેશ અંબાણીએ 41માં AGMમાં JioPhone 2 લોન્ચ કર્યો હતો.
JioPhone 2 ગ્રાહોકકો માટે 2.4 ઇંચ ડિસ્પ્લે મળે છે. આ ફિચર ફોન 512mbની રેમથી લેસ છે જેમાં 4GBનું સ્ટોરેજ મળે છે જેને માઇક્રો SD મદદથી 128GB સુધી વધારી શકાશે.
ફિચર હોવા છતાં તેમાં ફ્રન્ટ અને રિયર કેમેરા આપવામાં આવ્યા છે. JioPhone 2 માં 2 મેગાપિક્સલનો રિયર અને 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન kaiOS પર કામ કરે છે. ફોનમાં કંપની 2000 mAHની બેટરી આપવામાં આવ્યુ છે. JioPhone 2માં 4G VoLTE GPS બ્લૂટૂથ FM રેડિયો જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે JioPhone 2 49 રૂપિયા 99 રૂપિયા અને 153 રૂપિયાનું પ્લાન છે. આ તમામ પ્લાનની વેલિડિટી 28 દિવસો છે.