બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / jio lost many wireless subscribers by december 2021

ધી એન્ડ / Jio ની ઇજારાશાહીનો ધી એન્ડ? આટલા કરોડ ગ્રાહકો ઘટ્યા, જુઓ કઈ કંપનીઓને થયો મોટો ફાયદો

Khevna

Last Updated: 12:31 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRAIના રિપોર્ટ અનુસાર, Reliance jioએ સવા સો કરોડથી વધારે કસ્ટમર્સને ડિસેમ્બરમાં ગુમાવ્યા છે. જાણો વિગતવાર

  • Reliance jioએ સવા સો કરોડથી વધારે કસ્ટમર્સ ગુમાવ્યા 
  • Airtel તથા BSNLને મળ્યો મોટો ફાયદો 
  • માર્કેટ શેરના હિસાબે Airtel બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની  

TRAIએ જે નવો રિપોર્ટ જાહેર કર્યો છે, તે અનુસાર, Reliance jio ને ઝટકો લાગ્યો છે, જેનો ફાયદો Airtel તથા BSNLને મળ્યો છે. Reliance jioએ સવા સો કરોડથી વધારે કસ્ટમર્સને ડિસેમ્બરમાં ગુમાવ્યા છે. 

Reliance jioને તગડો ઝટકો લાગ્યો છે. TRAIના નવા રિપોર્ટ અનુસાર, Reliance jioના કસ્ટમર્સ ઓછા થયા છે પરંતુ Bharti Airtel  તથા BSNLને ફાયદો મળ્યો છે.  TRAIએ ડિસેમ્બર 2021નો ડેટા જાહેર કર્યો છે. 

રિપોર્ટ અનુસાર, Reliance jioને લગભગ સવા કરોડ કસ્ટમર્સનું નુકસાન થયું છે. હજુ પણ jioનું માર્કેટ શેર સૌથી વધારે 36 ટકા છે. ત્યાર બાદ Airtel 30.81 ટકા માર્કેટ શેર સાથે બીજા  નંબર પર છે. 

TRAIના રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે Viને પણ નુકસાન થયું છે. Vi એ 16 લાખ યુઝર્સ ગુમાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં Bharti Airtelને સૌથી વધારે ફાયદો મળ્યો છે, જેણે 4.5 લાખ કસ્ટમર્સ એડ કર્યા છે. ડિસેમ્બર મહિનામાં BSNLને પણ ફાયદો થયો છે. 

Airtel પાસે ડિસેમ્બરમાં સૌથી અધિક એક્ટીવ વાયરલેસ સબસ્ક્રાઈબર્સ હતા જ્યારે BSNL તથા MTNLના VLR સબસ્ક્રાઈબર્સ સૌથી ઓછા હતા.  jio આ મામલામાં 87.64 ટકા એક્ટીવ વાયરલેસ સબસ્ક્રિપ્શન સાથે બીજા નંબર પર રહ્યું. 

TelecomTalkના એક રિપોર્ટ અનુસાર, Reliance jio પોતાના ઇનએક્ટીવ કસ્ટમર્સને હટાવવા પર કામ કરી રહ્યું છે. આ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે નવેમ્બરમાં થયેલ પ્રીપેડ ટેરીફ હાઈકથી લો- ઇન્કમવાળા યુઝર્સ BSNL તરફ ચાલ્યા ગયા. 

માર્કેટ શેરના હિસાબે Airtel બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની છે, જેનાં એક્ટીવ સબસ્ક્રાઈબર્સ 98.01 ટકા છે. ત્રીજા સ્થાન પર 23 ટકા માર્કેટ શેર સાથે Vi છે, જેનાં 86.42 ટકા એક્ટીવ વાયરલેસ સબસ્ક્રાઈબર્સ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel BSNL Gujarati News Reliance Jio Reliance jio latest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ