રિલાયન્સ જિયોએ ગયા વર્ષની જેમ જ આ વખતે પણ પોતાનાં ગ્રાહકોને માટે હેપ્પી ન્યૂ ઇયર ઓફર લોન્ચ કરી દીધેલ છે. જિયોની હેપ્પી ન્યૂ ઇયર ઓફરની શરૂઆત 28 ડિસેમ્બરનાં રોજ શરૂ થઇ ગઇ અને 31 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. તો ચાલીએ જિયોની ન્યૂ ઇયર ઓફરને વિશે વિસ્તારથી જાણીએ છીએ કે કંપનીએ આ વખતે શું કંઇક નવું આપ્યું છે.
સૌથી પહેલાં જણાવી દઇએ કે જિયોની આ ઓફર 100% કેશબેક ઓફર છે અને આ ઓફર જિયોનો સૌથી લોકપ્રિય પ્લાન 399 રૂપિયા અને આનાંથી અધિક કિંમતવાળા પ્લાન સાથે મળશે. રિલાયન્સ જિયોએ આ ઓફરને માટે AJIO સાથે ભાગીદારી કરી છે.
તમને જણાવી દઇએ કે એજિયો રિલાયન્સનું જ ડિજિટલ ફેશન વેંચર છે કે જેને 2016માં લોન્ચ કરવામાં આવ્યાં હતાં. જિયોની આ નવી ઓફરની ખાસિયત એ છે કે આ વખતે કેશબેકનાં રૂપમાં મળેલી કૂપનનો ઉપયોગ આપ રિચાર્જ સિવાય શોપિંગને માટે પણ કરી શકશો.
જિયોની આ ઓફર જિયોની વેબસાઇટ માય જિયો એપથી પણ લઇ શકો છો. આ સાથે જ કેશબેક કૂપનનો ઉપયોગ AJIOની વેબસાઇટ પર ખરીદદારીમાં કરી શકો છો. કૂપન આ વખતે પણ આપને માય જિયો એપનાં માયકૂપન સેક્શનમાં દેખાશે.
100 ટકા કેશબેક કૂપનનો ઉપયોગ આપ AJIO એપ અથવા વેબસાઇટ પર ઓછામાં ઓછાં 1 000 રૂપિયાની ખરીદી પર કરી શકો છો. ઉદાહરણને માટે જો આપે 399 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું તો આપને 399 રૂપિયા કેશબેકનાં રૂપમાં મળશે. એવામાં AJIOથી 1 000 રૂપિયાની શોપિંગ કરવા પર આપને 601 રૂપિયા જ આપવા પડશે. જિયોની આ ઓફર વર્તમાન અને નવા ગ્રાહકો એમ બંન્ને માટે છે.