જલ્દી શરૂ થઇ શકે છે JioHomeTV સર્વિસ, 400 રૂપિયામાં મળશે SD-HD ચેનલ્સ

By : krupamehta 05:55 PM, 16 April 2018 | Updated : 05:55 PM, 16 April 2018
ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ધમાકેદાર પ્લાન્સથી હલચલ મચાવી દેનારી JIO જલ્દી જ પોતાની એક નવી સર્વિસ શરૂ કરનારી છે. જેનું નામ JioHomeTV  છે. એમાં યૂઝર્સને 400 રૂપિયાની શરૂઆતી કિંમત પર 200 SD અને HD ચેનલ્સ ઉપલબ્ધ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આગળના થોડાક સપ્તાહમાં જિયોબ્રોડકાસ્ટ સર્વિસને દરેક યૂઝર્સ માટે લાઇવ  કરી દેવામાં આવશે. જો કે કંપનીએ એના માટે કોઇ સત્તાવાર જાણકારી આપી નથી. 

તમને જણાવી દઇએ કે, જિયો ટીવીને લઇને પહેલા પણ ઘણી ચર્ચા થઇ ચૂકી છે કે જિયો પોતાની ટીવી સર્વિસ ઇન્ટરનેટની મદદથી આપશે, તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. ઘણી વખત જિયોના સેટ ટૉપ બોક્સની ફોટો પણ સામે આવી છે, થોડા સમય પહેલા જિયો બ્રોડકાસ્ટ એપને ગૂગલ પ્લે સ્ટોરમાં જોવા મળી હતી. 

આ એપમાં કહેવામાં આવ્યું હતું કે જિયો HD ક્વૉલિટી ની સ્ટ્રીમિંગ જિયો બ્રોડકાસ્ટ સર્વિસ આપશે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે જિયોએ કહ્યુ હતુ કે તેઓ ભારતમાં eMBMS બ્રોડકાસ્ટ સ્ટ્રીમિંગ આપશે, જોકે કંપની હાલમાં તેની પર કામ કરી રહી છે.Recent Story

Popular Story