રિલાયન્સ જિયોના હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ Jio GigaFiberના માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ થઇ ગયું છે. આ માટે કંપનીએ એક ડેડિકેટેડ માઇક્રો વેબસાઇટની તૈયારી કરી છે અને તમે તેની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકશો. આ રજિસ્ટ્રેશન કનેક્શન માટે નહી પરંતુ કંપનીને બતાવવા માટે છે કે તમને કનેક્શન લેવામાં રસ છે. કંપનીને જે વિસ્તારમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન મળશે ત્યાં સૌથી પહેલા સર્વિસ શરૂ કરાશે.
રિલાયન્સ AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે Jio GigaFiber ને 1100 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.આ સર્વિસ માટે ઓફિશ્યલ રોલ આઉટની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો નથી. Jio GigaFiberનું છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
Jio GigaFiber માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન:
-Jio GigaFiberને રજિસ્ટ્રેશન માટે jio.com વેબસાઈટ પર જાઓ.
- અહીં તમને ‘invite jioGigaFiber Now’ના રેડ કલરના બટન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે..
-નવા પેજ પર હવે Change બટન પર ક્લિક કરીને તમારું એડ્રેસ નાંખો એડ્રેસ પર નાંખ્યા બાદ યૂઝર્સે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
-હવે પેજ પર તમારું નામ સરનામું અને ફોન નંબર નાંખો ત્યાર બાદ Generate OTP બટન પર ટેપ કરો.
- OTP એન્ટર કરો અને લોકાલિટી ટાઈપ કરો. અને સબમીટ કરો.
શું હશે પ્લાન:
કંપનીએ હજુ સુધી કોઇ પ્લાન કે પેક્સ વિશે જણાવ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર Jio GigaFiber પ્લાનની શરૂઆત 500 રૂપિયાથી થઇ શકે છે. આશા છે કે જિયો સિમના પ્લાનની જેમ જ પહેલા આ સર્વિસ થોડા સમય સુધી ફ્રીમાં મળી શકે છે.
આ માટે ટેસ્ટ યૂઝર્સની પાસેથી સિક્યોરિટી માટે 4500 રૂપિયા લઇ શકાશે. આ રૂપિયા રાઉટર માટે હશે જે તેમના ઘરમાં લગાવવામાં આવી છે. જોકે જ્યારે સર્વિસ યૂઝ ના કરવી હોય ત્યારે પરત કરતી સિક્યોરિટીના પૈસા પરત મળશે.