Jio Ends New Year 2020 Offer And Launched New Long Term Plan
ઓફર /
Jioએ લોન્ચ કર્યો નવો જબરદસ્ત પ્લાન, ગ્રાહકોને મળશે વધુ વેલિડિટી સાથે આ ફાયદા
Team VTV06:31 PM, 21 Feb 20
| Updated: 06:32 PM, 21 Feb 20
રિલાયન્સ જિયોએ તેની ન્યૂ યર 2020 ઓફરને રિમૂવ કરી દીધી છે. આ ઓફરમાં ગ્રાહકોને નવા વર્ષની શરૂઆતમાં 2,199 રૂપિયાનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો હતો. હવે જિયો નવો ધાંસૂ લોન્ગ ટર્મ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. જિયોનો આ પ્લાન 2121 રૂપિયાનો છે. આમાં ઘણા શાનદાર બેનિફિટ્સ ગ્રાહકોને મળી રહ્યાં છે.
જિયોના ગ્રાહકો માટે સારાં સમાચાર
જિયોએ લોન્ચ કર્યો નવો પ્લાન
આમાં ગ્રાહકોને મળશે વધુ ફાયદા
નવા 2121 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને જૂના 2020 રૂપિયાવાળા પ્લાન જેવા જ ફાયદા મળશે. આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા સાથે કુલ 504 જીબી ડેટા, અનલિમિટેડ જિયો ટૂ જિયો કોલિંગ અને 12 હજાર એફયૂપી લિમિટ સાથે નોન જિયો કોલિંગ પણ મળશે. રોજ 100 એસએમએસ મળશે. જોકે, આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી દેવામાં આવી છે. ઓવરઓલ આ પ્લાનમાં 336 દિવસની વેલિડિટીનો લાભ ગ્રાહકોને મળશે.
જિયોએ હાલ યરલી પ્લાન રિમૂવ કરી દીધો છે, પરંતુ એવી આશા છે કે કંપની જલ્દી નવી કિંમતો સાથે યરલી પ્લાન લોન્ચ કરશે. હાલ એરટેલ અને વોડાફોન આઈડિયાના 2398 રૂપિયા અને 2399 રૂપિયાના પ્લાન તમામ સર્કલમાં ઉપલબ્ધ છે.
જિયોએ 2121 રૂપિયાના પ્લાન વિશે વાત કરતા જણાવ્યું કે આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ જિયો ટૂ જિયો કોલિંગની સાથે 12000 નોન જિયો મિનિટ્સ પણ મળે છે. આ પ્લાનની લિમિટ ખતમ થઈ ગયા બાદ સ્પીડ 64 Kbps થઈ જશે. સાથે જ આ પ્લાનમાં ગ્રાહકોને JioTV અને JioCinema જેવી એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળશે.