બ્રેકિંગ ન્યુઝ
VTV / Jio Close Tariff Protection Plan After Prepaid Plan
Kavan
Last Updated: 05:46 PM, 28 December 2019
ADVERTISEMENT
જો કે, હવે ગ્રાહકોએ ફક્ત નવા પ્રીપેઇડ પેક્સ રિચાર્જ કરવા પડશે. આપને જણાવી દઇએ કે, 6 ડિસેમ્બરે, કંપનીએ તેની રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. આ સાથે જ, રિલાયન્સ જિયોની એફયુપી લિમિટના પેક્સ ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ છે.
JIO નો પ્રોટેક્શન પ્લાન
ADVERTISEMENT
કંપનીની આ સેવા ખાસ ગ્રાહકો માટે રજૂ કરી છે જેઓ કોઇપણ એક્ટિવ પ્લાન સાથે જોડાયેલા છે. પરંતુ આ પ્લાનનો ફાયદો તે વપરાશકર્તાને નહીં મળે, જેના નંબર પહેલા પ્રિપેઇડ પ્લાન એક્ટિવ છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, કંપનીની આ સેવાઓને નોન-એક્ટિવ યુઝર્સ માટે લોન્ચ કર્યો હતો.
યુઝર્સે નવા પ્લાન મુજબ કરાવવું પડશે રિચાર્જ
JIO ની પ્રોટેક્શન સેવા બંધ હોવાથી હવે નોન એક્ટિવ યુઝર્સે નવા પ્રીપેઇડ પ્લાનથી રિચાર્જ કરાવવું પડશે. નવા રિચાર્જ પેકની વાત કરીએ તો કંપનીએ 98 રૂપિયાની કિંમતથી પ્લાન માર્કેટમાં મુક્યા છે. જો કે, ભાવ વધારા બાદ પણ કંપની પોતાના યુઝર્સને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે છ પૈસા પ્રતિમિનિટ લેખે પૈસા વસૂલી રહી છે.
જિઓના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘટાડો થશે
મીડિયા રિપોર્ટના આધારે, એમ કહી શકાય કે આવનારા દિવસોમાં જિઓના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ઓછી થશે, કારણ કે લોકો આઈયુસીના ચાર્જથી ખૂબ જ ગુસ્સે છે. તે જ સમયે, એરટેલ અને વોડાફોન-આઇડિયાને આનો ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.