બ્રેકિંગ ન્યુઝ
VTV / jio cheapest plan daily you have to spent less then 9 rs
Noor
Last Updated: 09:52 AM, 11 July 2021
ADVERTISEMENT
જિયો પોતાના ગ્રાહકો માટે સમયાંતરે સસ્તાપ્લાન રજૂ કરે છે. તેમાંથી કેટલાક પ્લાન ડેટાના ઉપયોગ અનુસાર હોય છે તો કેટલાક કોલિંગ માટે શાનદાર હોય છે. તો બીજી તરફ જિયોનાકેટલાક પ્લાન એવા હોય છે જે ડેટા અને કોલિંગ બંનેમાં શાનદાર હોય છે. ચાલો જાણીએ જિયોના કેટલાક એવા પ્લાન વિશે જે સસ્તા પણ છે અને તમારી જરૂરિયાતોને પણ પુરી કરે છે.
597 રૂપિયાનો પ્લાન
ADVERTISEMENT
જિયોના આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ તેમાં 75જીબી ડેટા પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં ડેટા માટે કોઇપણ લિમીટ નથી. તમે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરો છો એ તમારા પર નિર્ભર છે. પ્લાનમાં Jio TV, Jio cloudની પણ સુવિધા ઉપલબ્ધ છે. જો આંકડાના હિસાબથી જોઈએ તો આ પ્લાનમાં એક જીબી ડેટા આઠ રૂપિયામાં મળે છે.
75 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 75 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં ગ્રાહકોને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સાથે 3 જીબી ડેટા પણ આપવામાં આવે છે. એટલે કે ગ્રાહક દરરોજ 100MB ડેટા ઉપયોગ કરી શકે છે. પ્લાનમાં 50 ફ્રી SMS પણ મળે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન રોજ 2.67 રૂપિયામાં પડે છે.
39 રૂપિયાનો પ્લાન
જિયોના 39 રૂપિયાવાળા જિયોફોન રિચાર્જની વાત કરીએ તો, આ પ્લાનમાં 14 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 100MB ડેટા મળે છે. આ સાથે જ તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ છે. આ સાથે જ જિયો, એપ્સનું સબ્સક્રિપ્શન પણ મફત આપવામાં આવે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન ડેઈલી 2.78 રૂપિયામાં પડે છે.
69 રૂપિયાનો પ્લાન
જિયોના 69 રૂપિયાવાળા બીજા પ્લાનની વાત કરીએ તો, આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે, પરંતુ તેમાં તમે ડેઈલી 0.5GB ડેટા ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ડેઈલી 100 SMSની પણ સુવિધા આપવામાં આવે છે. આ સાથે જ યુઝર્સને જિયો એપ્સનું મફત સબ્સક્રિપ્શન પણ મળે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન ડેઈલી 4.92 રૂપિયામાં પડે છે.
98 રૂપિયાનો પ્લાન
જિયોના 98 રૂપિયાના પ્લાનમાં ફક્ત 14 દિવસની વેલિડીટી જ મળે છે. તો બીજી તરફ તમને જણાવી દઇએ કે 98 રૂપિયાના જિયોના પ્લાનમાં 1.5GB દરરોજ ડેટા મળે છે. એવામાં 14 દિવસની વેલિડિટી દરમિયાન ગ્રાહકોને ટોટલ 21GB ડેટા ઓફર કરવામાં આવે છે. જે Jioનો સૌથી સસ્તો ઓલ-ઇન-વન પ્લાન પણ છે. આ સાથે જ 4G ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ હશે. ડેટાની ડેઈલી લિમિટ ખતમ થઇ ગયા બાદ પણ ગ્રાહકોને ઇન્ટરનેટનું એક્સેસ મળતું રહેશે. જોકે સ્પીડ ઘટીને 64Kbps થઇ જશે. સાથે જ ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને JioTV, JioCinema અને JioNews જેવી એપ્સનું ફ્રી એક્સસેસ પણ મળશે.કંપની આ પ્લાન સાથે એસએમએસ ઓફર કરી રહી નથી. આ પ્લાન માટે રોજના 7 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
155 રૂપિયાનો પ્લાન
જો તમે વધુ ડેટા ઈચ્છો છો તો 155 રૂપિયામાં રિચાર્જ કરાવી શકો છો. આ પ્લાનમાં 128 દિવસની વેલિડિટી મળે છે અને રોજ 1 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં રોજ 6 રૂપિયાનો ખર્ચ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.