બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / jio calendar month validity prepaid plan users no stress for recharge will renew
Premal
Last Updated: 07:14 PM, 28 March 2022
ADVERTISEMENT
કેલેન્ડરની કોઈ એક તારીખ પર રિચાર્જ કરાવી શકશો
એટલેકે હવે તમારે 28 દિવસની વેલિડિટી નહીં, પરંતુ દર મહિને કેલેન્ડરની કોઈ એક તારીખ પર રિચાર્જ કરાવવુ પડશે. આ ઈનોવેશન પ્રીપેડ યુઝર્સને દર મહિને ફક્ત એક રિચાર્જની તારીખ યાદ રાખવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે જો યુઝર જિયોના નવા 259 રૂપિયાવાળા માસિક પ્લાનથી 5 માર્ચે રિચાર્જ કરાવે છે તો યુઝરને બાકી રિચાર્જ 5 એપ્રિલ, 5 મે અને 5 જૂન જેવી તારીખો પર કરાવવુ પડશે. જેમાં યુઝરને ફક્ત 5 તારીખ યાદ રાખવી પડશે અને દર મહિને આ તારીખ પર રિચાર્જ કરવુ પડશે.
ADVERTISEMENT
કેવીરીતે કામ કરશે આ નવો પ્લાન
Jioના બાકી પ્રીપેડ પ્લાનની જેમ 259 રૂપિયાવાળા પ્લાનને પણ એક વખતમાં ઘણી વખત રિચાર્જ કરી શકાય છે. એડવાન્સ રિચાર્જ પ્લાન એક કતારમાં જતો રહે છે અને ઓટોમેટિક નક્કી કરેલી તારીખે એક્ટિવ થાય છે. જેને પગલે ઘણા પ્રકારની પરેશાનીથી બચી શકાય છે અને ટૂંક સમયમાં રિચાર્જ કરવાની ઝંઝટ પણ સમાપ્ત થાય છે. ઉલ્લેખનીય છે કે આ પ્લાન ઑનલાઈન અને ઑફલાઈન ચેનલ દ્વારા નવા અને હાલના બંને યુઝર્સ માટે તૈયાર છે. 259 રૂપિયાવાળા પ્લાનની સુવિધા વિશે વાત કરીએ તો તેમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે અને ડેટા સમાપ્ત થયા બાદ 64Kbpsની સ્પીડ થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.