બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / jio bp and mahindra strengthens pact for setting up fast charging station

સારા સમાચાર / ઈલેક્ટ્રિક વાહનનું સૌથી મોટું ટેન્શન થશે દૂર: અંબાણી અને મહિન્દ્રા સાથે મળીને કરવા જઈ રહ્યા છે આ કામ

MayurN

Last Updated: 07:38 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જિયો-બીપી સાથે જોડાણ કરીને પોતાની આગામી ઇલેક્ટ્રિક એસયુવી માટે ચાર્જિંગ નેટવર્ક ઊભું કરશે

  • રિલાયન્સ જિયો-બીપી સાથે મહિન્દ્રાનો પ્રોજેક્ટ 
  • આગામી EV કાર માટે ચાર્જીંગ સ્ટેશન બનાવશે
  • મહિન્દ્રા એસયુવી માટે ચાર્જિંગ નેટવર્ક ઊભું કરશે જીઓ બીપી 

આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની રેન્જમાં કોઇ સમસ્યા નહીં આવે. વાસ્તવમાં કંપનીઓ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર જોર આપી રહી છે. આ માટે ઓટો સેક્ટરની કંપનીઓ પોતાના વાહનોની વધુ સારી રેન્જ માટે ચાર્જિંગ ઇન્ફ્રાની સ્થાપના કરતી કંપનીઓ સાથે કરાર કરી રહી છે. આ બધામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જિયો બીપી સાથે આવી છે. ઓટો સેક્ટરની દિગ્ગજ કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જિયો-બીપી સાથે જોડાણ કરીને પોતાની આગામી ઇલેક્ટ્રિક એસયુવી માટે ચાર્જિંગ નેટવર્ક ઊભું કર્યું છે. આ સાથે દેશભરમાં અનેક જગ્યાએ વાહનો માટે ફાસ્ટ ચાર્જર તૈયાર કરવામાં આવશે.

શું છે કંપનીઓના પ્લાન?
બંને કંપનીઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કરાર હેઠળ જિયો બીપી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ડીલર નેટવર્ક અને દેશભરમાં વર્કશોપમાં ડીસી ફાસ્ટ ચાર્જર લગાવશે. શરૂઆતમાં દેશના 16 શહેરોમાં ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. સાથે જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે, કંપની આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સની ફૂલ રેન્જ રજૂ કરવા જઈ રહી છે. આ માટે ચાર્જિંગ ઇન્ફ્રા સ્ટ્રક્ચરની જરૂર પડશે. અને પોતાના ગ્રાહકોને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા આપવા માટે કંપનીએ જિયો બીપી સાથે જોડાણ કર્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ મહિનાની શરૂઆતમાં ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પોતાની પ્રથમ એસયુવી એક્સયુવી400 લોન્ચ કરી હતી.

જિયો બીપી ચાર્જિંગ ઇન્ફ્રાને વિસ્તૃત કરવાની યોજના
બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપીના જોઇન્ટ વેન્ચર જિયો બીપીનું સંપૂર્ણ ધ્યાન દેશમાં તેના ચાર્જિંગ ઇન્ફ્રાના વિસ્તરણ પર છે. હાલમાં જેવી મુખ્ય રાજમાર્ગો પર નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાની સાથે જિયો બીપી પલ્સ બ્રાન્ડેડ ઇવી ચાર્જિંગ નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. નવા કરારથી કંપનીઓને આશા છે કે ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક વાહનો સાથે લાંબી મુસાફરી પર ચાલવું વધુ સરળ બનશે કારણ કે બેટરી પાવર સમાપ્ત થાય તે પહેલાં તેમને ચાર્જિંગ સ્ટેશન મળવાનું શરૂ થઈ જશે જ્યાં તેઓ બેટરીને ઝડપથી ચાર્જ કરી શકશે અને આગળ વધી શકશે.


 

સંકળાયેલા મુદ્દાઓ

EV Charging Stations Electric car Infrastructure Mahindra and Mahindra charging point reliance jio bp e-charging station
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ