Jio પાછલા ઘણાં સમયથી સતત ચર્ચામાં રહ્યું છે. તેવાં હવે Reliance Jio ફરી એકવાર ટોચ પર આવી ગઇ છે. કંપનીની ઓક્ટોબર મહિનાની સરેરાશ ડાઉનલોડીંગ સ્પીડ 22.3 mbps રહી.
TRAIના એક રિપોર્ટ અનુસાર Idea અપલોડ અપલોડીંગ સ્પીડના મામલે ટોચ પર રહ્યું છે. રિપોર્ટસની માનીએ તો Jioની દેશભરમાં 4જી સ્પીડ Airtelની સરખામણીમાં બેગણી વધુ રહી છે. Airtelની સ્પીડ 9.5 mbps પ્રતિ સેકેન્ડ રહી. આ આંકડા ઓક્ટોબર મહિનાના છે.
એક પ્રાઇવેટ કંપની ઓપન સિગ્નલ દ્વારા આપવામાં આવેલા નવેમ્બર મહિનાના રિપોર્ટમાં જણાવામાં આવ્યું કે 1 જૂન 2018થી 29 ઓગસ્ટ વચ્ચે ભારતીય એરટેલ નેટવર્કની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.47 mbps વોડાફોનની 5.2 mbps અને આઇડીયાની 4.92 mbps રહી.
4G ઉપલબ્ધતાના મામલે રિલાયન્સ જિયોએ 22 ટેલિકોમ સર્કલમાં બીજી કંપનીઓને પાછળ મૂકી દીધી છે. તમામ 22 સર્કલમાં જિયોએ 4જી ઉપલબ્ધતામાં 96.7% સ્કોર કર્યો છે. 73.99 % કવરેજ સ્કોર સાથે એરટેલ બીજા નંબરે આઇડીયા 73.13 % સ્કોર સાથે ત્રીજા અને વોડાફોન 73.59 % સ્કોર સાથે ચોથા ક્રમે છે.
અપલોડની વાત કરીએ તો આ મામલે આઇડીયા નેટવર્ક બેસ્ટ સાબિત થયું છે. જેની ઓવર ઑલ અપલોડ સ્પીડ (4G અને3G) 2.88 mbps રહી જ્યારે 4G નેટવર્ક સ્પીડની વાત કરીએ તો તે 3.97 mbps રહી. ઓવરઑલ 1.9 mbps સ્પીડ સાથે એરટેલ બીજા નંબર પર અને 2.31 mbps સ્પીડ સાથે વોડાફોન નેટવર્ક ત્રીજા નંબર પર છે.