બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:22 PM, 8 September 2024
'જીગરા'નું ટીઝર આલિયા ભટ્ટના ડાયલોગથી થાય છે. તે કહે છે કે, 'માં ને ભગવાને લઈ લીધી, પિતાએ આત્મહત્યા કરી, દૂરના સંબાધીઓ સહારો આપ્યો અને ભાડું વસૂલ કર્યું. છોડો ભાટિયા સર કહાની લાંબી છે અને ભાઈની પાસે સમય ઓછો છે'.
ADVERTISEMENT
ટીઝરમાં ભાઈ-બહેનનું બોન્ડ જોવા મળ્યું
ADVERTISEMENT
જીગરાના ટીઝરમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાના ભાઈ માટે એક સુરક્ષા કવચ તરીકે જોવા મળી રહી છે. તે લડે છે અને પછી આત્મહત્યાનો પ્રયાસ કરે છે. તેના ભાઈ વેદાંગ રૈનાની દુબાઈ પોલીસે ઘરપકડ કરી છે. ટીઝરની સાથે મેકર્સે કિશોર કુમારાનું ગીત 'એક હજારો મેં મેરી બહેના' નું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે.
<script async src="//www.instagram.com/embed.js"></script>
આલિયા ભટ્ટે ટીઝર શેર કર્યું
આલિયા ભટ્ટે જીગરાનું ટીઝર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યું છે. તેની સાથે તેને કેપ્શનમાં લખ્યું, ઉલ્ટી ગીનતી શરૂ, જીગરા કા ટીઝર-ટ્રેલર આઉટ હો ગયા હૈ. જણાવી દઈએ કે, મેકર્સે જીગરાની ઝલકને ટીઝર-ટ્રેલર નામ આપ્યું છે.
એક્સપર્ટ પાસેથી જાણો કેનેડામાં બદલાયા નિયમોની ભારતીયો પર કેટલી અસર થશે
વાસણ બાલાના ડાયરેક્શનમાં આ ફિલ્મ બની છે
જીગરાને વસાન બાલાએ ડાયરેક્ટ કરી છે. ટીઝર પહેલા આલિયા સતત ફિલ્મના પોસ્ટર શેર કરતી હતી. હવે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જીગરાની રિલીઝ ડેટની વાત કરીએ તો ફિલ્મ 11 ઓક્ટોબર 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના લીડ રોલમાં છે. તેમજ આદિત્યા નંદા અને મનોજ પાહવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.