બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફિલ્મ 'જિગરા'ની કમાણીમાં જિગર ન ચાલી! ચાર દિવસના કલેક્શનમાં ન દેખાયો આલિયાનો જાદુ
Last Updated: 02:12 PM, 15 October 2024
આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ 'જિગરા' વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. 11 ઓક્ટોબરે આ ફિલ્મે સિનેમાઘરોમાં દસ્તક આપી હતી. ફિલ્મના બઝને જોતા લાગી રહ્યું હતું કે રેકોર્ડ તોડ કમાણી કરશે પરંતુ તેનો બોક્સ ઓફિસ રિપોર્ટ નિરાશાજનર છે.
ADVERTISEMENT
ફિલ્મની ઓપનિંગ ખૂબ જ ઠંડી રહી હતી. જોકે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં તેજી પણ આવી પરંતુ તેના કલેક્શનના ગ્રાફમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. જાણો 'જિગરા' મંડે ટેસ્ટમાં પાસ થઈ કે ફેલ?
ADVERTISEMENT
'જિગરા'ની રિલીઝના ચોથા દિવસે કેટલું થયું કલેક્શન?
આલિયા ભટ્ટ પોતાની લેટેસ્ટ રિલીઝ 'જિગરા'માં ખૂબ જ એક્શન સીન કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં વેદાંગ રૈનાએ આલિયા ભટ્ટના ભાઈનો રોલ પ્લે કર્યો છે. બેસિકલી આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધ વિશે છે. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્ટનો ખૂબ જ મિક્સ રિસ્પોન્સ મળ્યો છે પરંતુ આલિયાના એક્શન સીન્સના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
ત્યાં જ ફિલ્મની અત્યાર સુધીની કમાણીની વાત કરીએ તો 'જિગરા'એ પહેલા દિવસે 4.55 કરોડનું કલેક્શન કર્યું. બિજા દિવસે ફિલ્મે 6.55 કરોડ કમાણી કરી, ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન 5.5 કરોડ રહ્યું. ત્યાં જ હવે 'જિગરા'ના ચોથા દિવસની કમાણીના શરૂઆતી આંકડા આવી ગયા છે.
વધુ વાંચો: ગ્રહણ યોગ ભંગ! આ રાશિના જાતકોને ધી કેળાં, સૂર્યદેવ અપાવશે સુખ અને સમૃદ્ધિ
એક રિપોર્ટ અનુસાર 'જિગરા'એ રિલીઝના ચોથા દિવસ એટલે કે પહેલા મંડે 1.50 કરોડનો વેપાર કર્યો છે. જેની સાથે જ 'જિગરા'નું ચાર દિવસનું કુલ કલેક્શન હવે 18.10 કરોડ રૂપિયા થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.