Saturday, April 20, 2019

ચૂંટણી / ચેલેન્જ છે મારી ભાજપને આ 2 બેઠકો નહીં જીતવા દઈએઃ જિજ્ઞેશ મેવાણી

ચેલેન્જ છે મારી ભાજપને આ 2 બેઠકો નહીં જીતવા દઈએઃ જિજ્ઞેશ મેવાણી

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળોને લઇ જીજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું છે. ત્યારે ભાજપ પર પણ પ્રહારો કરતા મોટું નિવેદન આપ્યું છે.

લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં લાગ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. જેને લઇને જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું. સાથે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. 

તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાની અટકળોને સારી રીતે જીવંત રાખી છે. જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તે પોલીટિકિલ સુસાઈડ છે. જો કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાશે તો તેમની સાથે રાજકીય મિત્રતા નહીં રહે.

ભાજપને આ 2 બેઠકો નહીં જીતવા દઈએ
જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમિત શાહ અને મોદીને મારી ચેલેન્જ છે કે પાટણ અને બનાસકાંઠા બેઠક પર જીતવા નહીં દઉં. મહત્વનું છે કે, જિજ્ઞેશ મેવાણીના નિવેદન બાદ રાજકીય ગરમાવો સર્જાયો છે.
 
          હાર્દિક પટેલના રાજકારણમાં આવવાને લઇ જીજ્ઞેશ મેવાણીનું નિવેદન
  • હાર્દિક પટેલ રાજનીતિમાં આવે તો સ્વાગત: મેવાણી
  • હાર્દિક પટેલને જીજ્ઞેશ મેવાણીનું સમર્થન: મેવાણી
  • ભાજપ સિવાય જે પણ પાર્ટીમાં હાર્દિક જોડાશે તો સમર્થન કરીશ: મેવાણી

    અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળોને લઇ જીજ્ઞેશ મેવાણીનું નિવેદન
     
  • અલ્પેશ ઠાકોરે આ અટકળોને સારી રીતે જીવંત રાખી છે: મેવાણી
  • અલ્પેશનુ ભાજપમાં જોડાવાને પોલીટિકલ સુસાઈડ ગણાવ્યુ જીગ્નેશ મેવાણીએ
Jignesh Mevani hardik patel Alpesh Thakor BJP

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ