Jharkhand Six die after inhaling toxic gas inside septic tank
ઝારખંડ /
સેપ્ટિક ટેન્કમાં ઉતરેલો મજૂર બહાર ન આવતા એક બાદ એક 5 લોકો ઉતર્યા, તમામના ઝેરિલા ગેસથી મોત
Team VTV05:00 PM, 09 Aug 20
| Updated: 05:04 PM, 09 Aug 20
ઝારખંડના દેવઘરના દેવીપુર વિસ્તારમાં આજે એક સેપ્ટિક ટેન્કમાં ઝેરીલા ગેસની ઝપેટમાં આવનારા 4 મજૂરો સહિત 6 લોકોના મોત થયા છે. દેવઘરના એસપી પીયૂષ પાંડેએ આની પુષ્ટિ કરી છે.
ઝારખંડના દેવઘરમાં બની દુર્ઘટના
સેપ્ટિક ટેન્કમાં ઝેરીલા ગેસથી 6ના મોત
4 મજૂર સહિત 6 લોકોના ઝેરીલા ગેસથી મોત
ઝારખંડના દેવીપુર મુખ્ય બજારની પાસે બ્રજેશચંદ બરનવાલે નવા સેપ્ટિક ટેન્કનું નિર્માણ કરાવ્યું હતું. રવિવાર સવારે સેન્ટ્રિંગને ખોલવા માટે પહેલા એક મજૂરને ટાંકીમાં ઉતાર્યો. ઘણીવાર રાહ જોયા બાદ બહાર ન આવવાતા બીજો મજૂર પણ ટાંકીમાં ગયો અને તે પણ પાછો ન આવ્યો. ત્યાર બાદ એક-એક કરીને બે અન્ય મજૂર પણ અંદર ગયા. તેમના પણ બહાર ન આવવા પર તેમની તપાસ કરવા મકાન માલિક અને તેમના ભાઈ ટાંકીમાં ઉતરી ગયા.
આ ઘટનાની જાણકારી ગ્રામીણોને પોલીસે આપી. પોલીસે જેસીબીની મદદથી ટાંકી તોડીને બેહોશીની હાલતમાં ફંસાયેલા તમામ છ લોકોને બહાર કાઢ્યા. આ તમામને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા, જ્યાં ડોક્ટરે તમામને મૃત જાહેર કરી દીધા. આ ઘટનામાં મરનારામાં દેવીપુર વિસ્તારના કોલ્હડિયા ગામ નિવાસી ગોવિંદ માંઝી(48), તેમના પુત્ર બબલૂ માંઝી(26) અને લાલૂ માંઝી(24) સામેલ છે, આ સિવાય અન્ય એક મજૂર પિરહા કટ્ટા નિવાસી લલૂ મુર્મૂ(27) સામેલ છે. દુર્ઘટનામાં માલિક બ્રજેશ ચંદ બરનવાલ(48) અને તેમના ભાઈ મિથિલેશ ચંદ બરનવાલ(42)નું પણ મોત થયું છે.