બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:22 AM, 14 October 2024
Jharkhand Gang Rape : દેશમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઝારખંડના પલામુ જિલ્લામાં દુર્ગા પૂજા મેળામાંથી ઘરે પરત ફરી રહેલી બે સગીર છોકરીઓ પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. આ ઘટના શુક્રવારે નૌદીહા બજાર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી પરંતુ રવિવારે સાંજે આ ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
મેળામાંથી પરત ફરી રહી હતી સગીર છોકરીઓ
આ મામલાની માહિતી આપતાં સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (છતરપુર) અવધ યાદવે જણાવ્યું કે, શુક્રવારે સરાઈડીહમાં નૌદિહા પૂજા મેળામાંથી દલિત પરિવારની બે છોકરીઓ ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન આરોપીઓએ તેમને પકડીને દુષ્કર્મ આચર્યું હતું. કોઈક રીતે આરોપીઓની ચુંગાલમાંથી છટકીને ઘરે પહોંચેલી યુવતીઓએ પરિવારજનોને સમગ્ર વાત કહી હતી.
ADVERTISEMENT
સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર અવધ યાદવે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સુધી પંચાયત સ્તરે મામલાને ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ અંગે રવિવારે મોડી સાંજે ફરિયાદ નોંધાઈ હતી. એસડીપીઓએ કહ્યું કે, કેસની તપાસ ચાલી રહી છે અને પીડિતોને મેડિકલ તપાસ માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
વધુ વાંચો : સલમાન ખાને બિશ્નોઈ સમાજની માફી માંગવી જોઈએ, ભાજપના પૂર્વ સાંસદે કેમ આપી સલાહ?
પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત
નૌદીહા બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી અમિત કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે, આરોપીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આ સાથે આ ઘટનાથી દલિત સમુદાય ભારે નારાજ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.