બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Assembly Election 2024 / વોટિંગ પહેલાં જ માઠી ખબર, CRPF જવાનને માથામાં ગોળી વાગતાં હો-હલ્લો મચ્યો
Last Updated: 09:04 AM, 13 November 2024
Jharkhand Elections : આજે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પલામુમાં વોટિંગ પહેલા ચૂંટણી ડ્યુટી પર રહેલા CRPF જવાન સંતોષ કુમાર યાદવને ગોળી વાગી હતી. ઘાયલ સૈનિકને તાત્કાલિક સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે મેદિનીરાઈ હોસ્પિટલના ડોક્ટરોએ સૈનિકને સારી સારવાર માટે રાંચી રિફર કરી દીધો છે. જે બાદ ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરીને રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘટના અંગે DIG વાયએસ રમેશે જણાવ્યું કે, ઘાયલ સૈનિક સંતોષ કુમાર વિધાનસભા ચૂંટણીને લઈને લાતેહારના લભરમાં તૈનાત હતા. આજે બુધવારે સવારે ધરણાં પર અચાનક ગોળીબાર થયો હતો જેમાં સંતોષ કુમારને માથામાં ગોળી વાગી હતી. જે બાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘાયલોને ડોક્ટરોએ સારવાર માટે રાંચી રીફર કર્યા છે. આ માટે સૈનિકને એરલિફ્ટ દ્વારા રાંચી લાવવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ પલામુના એસપી રિશ્મા રમેશન, CRPF DIG પંકજ કુમાર અને CRPFના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.