jharkhand assembly polls 2019 congress releases first list of five candidates for the upcoming jharkhand election
ઝારખંડ /
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ
Team VTV09:59 PM, 10 Nov 19
| Updated: 10:00 PM, 10 Nov 19
કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે પોતાના ઉમેદવારની પહેલી લિસ્ટ જાહેર કર્યું છે. તેમા પાંચ નામોને જગ્યા આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના સમાચાર મૂજબ, લિસ્ટમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ પણ સામેલ છે.
કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની પહેલી લિસ્ટ જાહેર કર્યું
કોંગ્રેસના પહેલા લિસ્ટમાં પાંચ નામો જાહેર કરાયા
લિસ્ટમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ પણ સામેલ
રામેશ્વર ઉરાંવ લોહરદગાથી ચૂંટણી લડશે. આ ઉપરાંત જે અન્ય ચાર નામોનું એલાન કરવામાં આવ્યું છે તેમા રામચંદ્ર સિંહ (મનિકા એસટી), કેએન ત્રિપાઠી (ડાલ્ટનગંજ), ચંદ્રશેખર દુબે (બિસરામપુર) અને કેપી યાદવ (ભગનાથપુર) સામેલ છે. ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે 31 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાના છે.
Congress releases first list of five candidates for the upcoming #JharkhandAssemblyPolls. Jharkhand party President Rameshwar Oraon to contest from Lohardaga assembly constituency. pic.twitter.com/8Zslk7pmbW
નોંધનીય છે કે પ્રદેશની સત્તાધારી ભાજપે પણ વિધાનસભા ચૂંટણી માટે 52 ઉમેદવારોનું પોતાનું પહેલુ લિસ્ટ જાહેર કર્યું છે. ભાજપે પોતાના પહેલા લિસ્ટમાં 30 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.
મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વથી ચૂંટણી લડશે. જ્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુઆ ચક્રધરપુરથી ચૂંટણી લડશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 13 નવેમ્બર છે. એવામાં પાર્ટીએ પહેલી સૂચી જાહેર કરી છે.