બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઝારખંડમાં આજે 43 બેઠકો પર મતદાન, 10 રાજ્યોની 32 બેઠકો પર પેટાચૂંટણી, આ દિગ્ગજની કિસ્મત દાવ પર

વોટિંગ / ઝારખંડમાં આજે 43 બેઠકો પર મતદાન, 10 રાજ્યોની 32 બેઠકો પર પેટાચૂંટણી, આ દિગ્ગજની કિસ્મત દાવ પર

Last Updated: 07:10 AM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 નવેમ્બરે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. રાજ્યમાં CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

ઝારખંડમાં 13 નવેમ્બરથી લોકશાહીનો મહાપર્વ શરૂ થઈ રહ્યો છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 43 સીટો માટે 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 38 સીટો માટે 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્રની સાથે 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે. ઝારખંડમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. મતદાન સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. જો કે, 950 બૂથ એવા છે જ્યાં મતદાનનો સમય માત્ર 4 વાગ્યા સુધીનો રહેશે.

પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે 15344 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ન્યાયી, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 683 ઉમેદવારો મેદાનમાં રહેશે. જેમાં 73 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની 43 વિધાનસભા બેઠકોમાંથી 17 સામાન્ય છે, જ્યારે 20 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 6 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે જણાવ્યું કે '13 નવેમ્બરે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલિંગ પાર્ટીઓને હવાઈ માર્ગે સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવી છે. રાજ્યમાં CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા અનોખા અને મોડેલ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદારોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. મતદાનની ટકાવારી વધારવા માટે જનજાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. યૂનિક બૂથ પર ઝારખંડની કળા અને હસ્તકલાની ઝલક પણ જોવા મળશે.'

પ્રથમ તબક્કામાં આ 43 બેઠકો પર મતદાન

કોડરમા, બરકાથા, બરહી, બરકાગાંવ, હજારીબાગ, સિમરિયા, ચતરા, બહારગોરા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ, ઇચાગઢ, સેરાઇકેલા, ચાઇબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, ખરસાવા, તમાડ, તોરપા, ખૂંટી, રાંચી, હટીયા, કાંકે, માંડર, સિસઈ, ગુમલા, વિશુનપુર, સિમડેગા, કોલેબીરા, લોહરદાગા, મણિકા, લાતેહાર, પંકી, ડાલ્ટોનગંજ, વિશ્રામપુર, છતરપુર, હુસૈનાબાદ, ગઢવા, ભવનાથપુર.

રાંચી સીટ પર બે મોટા નેતાઓ વચ્ચે મુકાબલો છે. ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માઝી રાંચીથી છ વખતના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા ચંદ્રેશ્વર પ્રસાદ સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના પત્ની કલ્પના સોરેન સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બનેલા મતદાન કેન્દ્ર પર મતદાન કરશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોની જવાહર વિદ્યા મંદિર સ્કૂલ, શ્યામલીમાં બનેલા બૂથ પર મતદાન કરશે.

સરાઈકેલામાં ચંપાઈ સોરેન vs ગણેશ મહાલી

સરાઈકેલામાં બીજેપી નેતા ચંપાઈ સોરેનનો સામનો જેએમએમના ગણેશ મહાલી સાથે થશે. રસપ્રદ વાત એ છે કે ચંપાઈ સોરેન ચૂંટણી પહેલા જેએમએમ છોડીને ભાજપમાં જોડાયા હતા. સરાઈકેલાથી તેમની ટિકિટ કપાઈ ગયા બાદ ગણેશ મહાલી ભાજપથી નારાજ થઈ ગયા અને જેએમએમમાં ​​જોડાઈ ગયા હતા. જમશેદપુર પૂર્વમાં કોંગ્રેસના ડૉક્ટર અજોય કુમારનો મુકાબલો ભાજપની પૂર્ણિમા દાસ સાથે થશે. પૂર્ણિમા રઘુવર દાસની વહુ છે, જ્યારે અજોય કુમાર ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે અને જમશેદપુરના ભૂતપૂર્વ સાંસદ રહી ચુક્યા છે.

PROMOTIONAL 8

જમશેદપુર પશ્ચિમમાં બન્ના ગુપ્તા vs સરયુ રાય

એ જ રીતે, જમશેદપુર પશ્ચિમ બેઠક પર, એનડીએના સહયોગી જેડીયુના સરયુ રાય અને કોંગ્રેસના બન્ના ગુપ્તા આમને-સામને હશે. તેઓ વર્તમાન સરકારમાં આરોગ્ય મંત્રી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સત્યેન્દ્ર તિવારી ગઢવા સીટ પર જેએમએમ નેતા અને કેબિનેટ મંત્રી મિથિલેશ ઠાકુરને પડકારશે. ભવનાથપુરમાં ભાજપના નિવર્તમાન ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહી જેએમએમ નેતા અનંત પ્રતાપ દેવ (રાજા નગરગઢ) સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કમલેશ સિંહ અને આરજેડીના પ્રદેશ અધ્યક્ષ સંજય સિંહ યાદવ હુસૈનાબાદમાં આમને-સામને થશે. જણાવી દઈએ કે કમલેશ સિંહે 2019માં હુસૈનાબાદથી એનસીપીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી અને થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે.

કોલ્હન પ્રદેશની 14 બેઠકો પર ભાજપનું જોર

આ વખતે ઝારખંડની ચૂંટણીમાં તમામની નજર કોલ્હન ડિવિઝન પર રહેશે. 2019માં કોલ્હાન વિભાગની તમામ 14 બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પીએમ મોદીએ પણ કોલ્હનની મુલાકાત લીધી છે અને ભાજપનું મનોબળ પણ ચરમ પર છે કારણ કે કોલ્હન ટાઈગર ચંપાઈ સોરેન હવે તેની સાથે છે. આ ક્ષેત્રમાં તેમનો ઘણો પ્રભાવ છે. લોહરદગા સીટ પર વિદાય લેતા નાણામંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ સામે AJSU એટલે કે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનના ઉમેદવાર નીરુ શાંતિ ભગત મેદાને છે. જણાવી દઈએ કે AJSU નેશનલ ડેમોક્રેટિક એલાયન્સનો એક ભાગ છે.

આ પણ વાંચો: સલમાન ખાન પાસેથી 5 કરોડની ખંડણી માગનારો ઝડપાયો, નામ જાણીને બોલીવુડમાં હડકંપ

તમાડ સીટ પર વિકાસ મુંડા vs રાજા પીટર

તમાડ વિધાનસભા સીટ પર જેડીયુના રાજા પીટર અને બે વખતના ધારાસભ્ય જેએમએમ નેતા વિકાસ મુંડા વચ્ચે મુકાબલો છે. રાજા પીટર પહેલા મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભૂતપૂર્વ મંત્રી અને તમાડના લોકપ્રિય ધારાસભ્ય રમેશ સિંહ મુંડાની હત્યાના આરોપમાં લાંબા સમયથી જેલમાં છે. વિકાસ મુંડા પૂર્વ ધારાસભ્ય રમેશ મુંડાના પુત્ર છે. રાજા પીટરે પેટાચૂંટણીમાં સીએમ અને જેએમએમના સુપ્રીમો શિબુ સોરેનને હરાવ્યા હતા. કોલ્હનમાં જ મીરા મુંડા પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ કરશે, જે પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની પત્ની છે. તે પોટકા સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહી છે.

જગન્નાથપુરમાં ગીતા કોડા vs સોનારામ સિંકુ

પૂર્વ સીએમ મધુ કોડાની પત્ની ગીતા કોડા જગન્નાથપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ગીતા કોડા સિંઘભૂમ સીટથી કોંગ્રેસના સાંસદ હતા અને લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સોનારામ સિંકુએ જગન્નાથપુર બેઠક પરથી જીત મેળવી હતી અને પાર્ટીએ આ વખતે પણ સિંકુ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેન ઘાટશિલાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે જેએમએમના નિવર્તમાન ધારાસભ્ય રામદાસ સોરેન ચૂંટણી લડી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand Election 2024 Jharkhand Assembly Election Jharkhand first phase voting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ