ધનતેરસ / અમદાવાદ અને વડોદરામાં સોના ચાંદીની ખરીદી માટે બજારમાં જામી ભીડ

હિન્દૂ પરંપર મુજબ ધનતેરસ ના દિવસે સોનાચાંદી ની ખરીદી ને શુભ માનવામાં આવે છે આજ ના દિવસે લોકો પરિવાર સાથે જવેલર્સ ના ત્યાં જવી ને સોના ની ખરીદી કરે છે આજે વડોદરા માં લોકો મોટી સંખ્યા માં સોના ચાંદી ખરીદી કરવા ઉમટ્યા છે આ વર્ષે સોના ના ભાવ માં વધારો થયો છે તેમ છતાં લોકો આજ ના દિવસે સોનુ ખરીદવાનું ચુકતા નથી હાલ 22 કેરેટ સોનાના 37630 રૂપિયા તેમજ 24 કેરેટ ના 38990 રૂપિયા ભાવ છે તેમ છતાં લોકો મોટી સંખ્યા માં સોનુ ખરીદી રહ્યા છે અને આજ ના દિવસે ખરીદેલા સોના ને સૂકનવંતુ માનવામાં આવે છે કેટલાક લોકો લગ્ન પ્રસંગ ના સોના ની ખરીદી ની પણ આજ થી શરૂઆત કરતા હોય છે તેવી રીતે આજે સોનુ ખરીદતા જોવા મળ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ