બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જેતપુરમાં ભાઈની પત્નીને પામવા ઘાતકી મર્ડર! સિરિયલ જેવો સીન કર્યો, રેલવે ટ્રેક પર બોડી ફેંકી લગ્નનો પ્રપોઝ કર્યો
Last Updated: 12:04 AM, 18 July 2024
જેતપુરમાં 27 જૂને જનતાનગરમાં રહેતા બબલુ બિંડનું ટ્રેનની ઠોકરથી મોત થયું હતું તેવો મામલો સામે આવ્યો હતો. પણ પોલીસે તપાસ કરતાં કંઈક ઉલટું જ જાણવા મળ્યું હતું.. શહેરના જનતાનગરમાં રહેતો મૂળ યુપીના ભડેવલ ગામનો બબલુ બિંડ નામનો પરપ્રાંતીય મજૂર પાંચ વર્ષ પૂર્વે જેતપુરમાં કારખાનાંઓમાં મજૂરી કામ માટે આવ્યો હતો. અહીં તેમના બે સાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય બિંડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનાંમાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતાં. આ બાદ બબલુંની પત્ની અને તેના ત્રણ બાળકો અહીં રહેવા આવી જતાં તમામ લોકો સાથે રહેતા હતા. ત્યારે મનોજ જે કૌટુંબિક સાળો છે તેને પોતાના ભાઈની પત્ની મીતા સાથએ પ્રેમ થઈ ગયો. પ્રેમ થઈ જતાં તેનો બાઈ બબલું બાધારૂપ હતો જેથી મનોજે તેને બોથડ પદાર્થથી મારીને તેનો મૃતદેહ રેલવો ટ્રેક પર છોડી દીધો અને તેની ભાભીને કહ્યું કે તારો પતિ મરી ગયો હવે આપણે લગ્ન કરીશું. આ વાત કરતા મૃતકની પત્ની નીતાને ડર લાગતા તેણે પોલીસને જણાવ્યું અને ત્યારે પોલીસે મનોજની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મીતાએ ડરનાં કારણે પોલીસ સ્ટેશને આવી ફરિયાદ કરી
ADVERTISEMENT
શહેરના જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મીરજાપુર જીલ્લાના ભડેવલ ગામનો બબલુ મનુભાઈ બિંડ ઉમર ૪૫ વર્ષ પરપ્રાંતીય મજૂર પાંચેક વર્ષ પૂર્વે જેતપુર શહેરમાં કારખાનાંઓમાં મજૂરી કામ માટે આવ્યો હતો, અહીં તેમના બે સાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય બિંડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનાંમાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતાં. બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબલુની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા,
ADVERTISEMENT
વધુ વાંચોઃ ક્યાં જવું! રાજકોટમાં ડોક્ટરે ડાબાની જગ્યાએ જમણા પગનું કરી નાખ્યું ઓપરેશન, યુવતીનો દાવો
પ્રેમમાં આડખીલી બનતા પ્રેમિકાની પતિની હત્યા કરી, હત્યા કર્યા બાદ મીતાને જણાવ્યુ હતુ કે મે હત્યા કરી છે હવે લગ્ન કરીશુ . આ સાંભળી મીતાએ ડરના કારણે પોલીસ સ્ટેશને આવીને ફરીયાદ કર્યા વગર ચાલી ગઈ. ત્યારબાદ આજે હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દિયરે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે મીતાની ફરીયાદ નોંધી આરોપી મનોજ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.