બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Jennifer Mistry doesn't get support from Tarak Mehta cast, Malav Rajda says No one will spoil their relationship
Megha
Last Updated: 02:40 PM, 4 June 2023
ADVERTISEMENT
'તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર આરોપ લગાવ્યો હતો. આ પછી 'બાવરી' મોનિકા ભદૌર્યા અને 'રીટા રિપોર્ટર' પ્રિયા આહુજા રાજદાએ પણ ખુલીને પોતાનો પક્ષ રજૂ કર્યો. હવે એક ઈન્ટરવ્યુમાં પ્રિયા અને તેના પતિ બંનેએ ફરી એકવાર આ સમગ્ર મામલાની વાત કરી છે. આ બંનેએ અસિત મોદી વિશે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
ADVERTISEMENT
એક વાતચીતમાં પ્રિયા માલવ રાજદાએ પુષ્ટિ કરી છે કે જેનિફર દ્વારા કરવામાં આવેલા આરોપો ખોટા નથી. સેટ પર તેની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. આ દરમિયાન માલવ અને પ્રિયા બંનેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે જેનિફરના સમર્થનમાં કોઈ આવ્યું નથી. પ્રિયાએ કહ્યું, 'મને આઘાત લાગ્યો છે કે જેનિફરના સમર્થનમાં કોઈ આવ્યું નથી. જ્યારે સેટ પર તેના ઘણા નજીકના મિત્રો છે.'
પ્રિયા જેનિફરને સપોર્ટ કરે છે
પ્રિયાએ કહ્યું કે જેનિફર તેના ડિપ્રેશનના દિવસોમાં તેની સાથે હતી. પ્રિયાએ કહ્યું કે જેનિફરે તેને મેડિટેશનમાં મદદ કરી. આ સાથે જેનિફરે માલવ અને તેને શરૂઆતમાં નજીક લાવવામાં ઘણી મદદ કરી હતી. તેણે કહ્યું કે જેનિફરે ક્યારેય સેટ પર દુર્વ્યવહાર કર્યો નથી અને તે ક્યારેય અનુશાસનહીન પણ નથી. બધા સાથે તે સારી રીતે જ વાત કરતી હતી.
માલવ રાજદાએ પણ આપ્યો સાથ
તે જ સમયે માલવે કહ્યું કે તે આ બધી બાબતોથી આશ્ચર્યચકિત નથી કારણ કે તેણે પહેલેથી જ તેની અપેક્ષા હતી. સેટ પર કોઈ પણ તેમના સંબંધોને બગાડવા માંગશે નહીં અને તેથી જ તે જેનિફરને કોઈ સાથ નથી આપતું અને અવાજ પણ નથી ઉઠાવતું. તે કહે છે, 'મને જરા પણ આઘાત લાગ્યો ન હતો કારણ કે જે લોકો ત્યાં છે તેઓ તેમના સંબંધોને બગાડવા માંગતા નથી.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT