દુનિયાના સૌથી અમીત વ્યક્તિનો ખિતાબ પ્રાપ્ત કર્યા બાદ જેફ બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એમની સંપત્તિ 151 અરબ ડોલર પાર પહોંચી ગઇ છે.
જેફ બેજોસને Amazon એ ઘનાઢ્ય બનાવ્યા છે. 16 જુલાઇ 1995એ જેફ બેજોસે આ કંપનીની શરૂઆત કરી હતી. આજે આ કંપની દુનિયાની સૌથી મોટી ઇ કોમર્સ કંપની બની ગઇ છે.
Amazon 23 વર્ષની થઇ ગઇ છે. આ 23 વર્ષમાં જેફ બેજોસની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડથી 9 ગણી મોટી થઇ ગઇ છે. એટલું જ નહીં આ એપલ બાદ દુનિયાની સૌથી મોટી કંપની બની ગઇ છે.
Amazonની માર્કેટ કેપ 884.32 અરબ ડોલર પર પહોંચી ચુકી છે. આ માર્કેટ કેપના મામલામાં ભારતની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસેજ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી 8 ગણી મોટી છે.
જણાવી દઇએ કે અમેઝોનના પ્રાઇમ ડે સેલ ઓફર શરૂ થયા બાદ કંપનીના શેરોમાં સતત વધારો ચાલુ છે. કંપનીની શેર સોમવારે 1822.498 ડોલર પ્રતિ શેરના સ્તર પર પહોંચી ચુક્યો છે.