JEE Advanced 2022નું પરીણામ આજે જાહેર થયું છે જેમાં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 9મી રેન્ક સુરતના મહિત ગઢીવાલાએ હાંસલ કરી છે.
JEE Advanced 2022 એક્ઝામનું પરીણામ જાહેર
સુરતના મહિત ગઢીવાલાએ મારી બાજી
ગુજરાતમાં પ્રથમ તેમજ દેશમાં 9મી રેન્ક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું
જેઈઈ એડવાંસ રિઝલ્ટની ઘોષણ આજે થઈ ગઈ છે. આઈઆઈટી બોમ્બે દ્વારા બહાર પાડવામાં આવેલા જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન JEE Advanced 2022ના પરીણામમાં મહિત ગઢીવાલા 9 રેન્ક પ્રાપ્ત કરી ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી સફળતાના શિખરો પાર કર્યા છે.JEEની એક્ઝામની તૈયારી કરતાં મહિત ગઢીવાલાએ એડવાન્સમાં 9મો રેન્ક તેમજ મેઇન્સમાં 29મો રેન્ક મેળવ્યો છે.મહિતે 360માંથી 285 ગુણ મેળવ્યા છે.
કસરત અને મેડીટેશનથી તણાવ મુક્ત રહેતો મહિત
આ કામયાબી વિષે મહિત ગઢીવાલા જણાવે છે કે હું માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા કસરત અને મેડીટેશનનો આશરો લેતો હતો. બાળપણથી જ એન્જિનિયર બનાવવાની ઘેલછા હતી. જેને લઈ મહેનત સાથે સ્માર્ટ વર્ક પણ કરી લેતો હતો. કોરોનાકાળ બાદ પરીક્ષાની પેટર્ન બદલાતા તૈયારીઓ પણ તેને આધીન કરી હતી.
કેવી રીતે તૈયારી કરી?
તૈયારી કરતાં વિદ્યાર્થીઑને મોટિવેશન મળી રહે તે માટે મહિત ગઢીવાલાએ તેણે અપનાવેલી તૈયારીની ટ્રિક્સ પણ શેર કરી છે.મહિતના જણાવ્યા મુજબ દરરોજ હોમવર્ક અને રિવિઝન પર ખાસ ફોકસ રાખતો હતો તથા ડાઉટ સોલ્વને પણ પહેલી પ્રાથમિકતા આપી હતી. JEE Advancedના પેપર અલગ જ કક્ષાના હોય છે ગમે ત્યારે તમને ચોંકાવી શકે છે. માટે અલગ અલગ પ્રશ્નપત્રો પણ સોલ્વ કરવા તેમજ પેપર આપવાની વધારેમાં વધારે મહેનત કરી હતી. આથી એક્ઝામનું ટાઈમ મેનેજમેન્ટ તેમજ સચોટતામાં સારો એવો સહારો મળ્યો હતો. રોજ 14-15 કલાક વાંચવાની જગ્યાએ ક્લાસ સિવાય માત્ર 8 કલાક જ વાંચન કરતો બાકી તણાવથી મુક્ત રહેવા અલગ અલગ પ્રવૃતિઓ પર ધ્યાન આપતો હતો.
JEE એડવાન્સ પરિણામ: ટોચના 10 રેન્ક ધારકો
રેન્ક 1: આરકે શિશિર
રેન્ક 2: પોલુ લક્ષ્મી સાઈ લોહિત રેડ્ડી
રેન્ક 3: થોમસ બિજુ ચીરામવેલિલ
રેન્ક 4: વાંગપલ્લી સાઈ સિદ્ધાર્થ
રેન્ક 5: મયંક મોટવાણી
રેન્ક 6: પોલિસેટ્ટી કાર્તિકેય
રેન્ક 7: પ્રતિક સાહૂ
રેન્ક 8: ધીરજ કુરુકુંડા
રેન્ક 9: મહિત ગઢીવાલા
રેન્ક 10: વેચ્ચા જ્ઞાન મહેશ
મહિત ગઢીવાલા ગુજરાતમાં પ્રથમ આવતા તેમજ દેશમાં 9માં ક્રમાંકે આવતા મહિતના પિતા ડો. રાજેશ ગઢીવાલા અને માતા ડો પ્રેમલ ગઢીવાલા તેમજ પરિવાર જનોની ખુશીનો પાર રહ્યો નથી. હવે મહિતે આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યકિત કરી છે. કેનેડા, અમેરિકાના વિઝા મળવા છતાં ત્યાં અભ્યાસ અર્થે ન જતા મહિતને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરશે તેવુ જણાવ્યું છે.