કુમારસ્વામી કર્ણાટકનો જંગ જીતી ગાદી પર બિરાજવા જઈ રહ્યા છે. જેની ચર્ચા તો દેશભરમાં છે જ પરંતુ કહેવાય છે ને કે રૂપસુંદરી સામે ભલ-ભલા નામચીન ચહેરાઓ પણ સાઈડમાં થઈ જાય છે.આવું જ કાંઈક કર્ણાટકમાં બન્યું.જ્યાં કુમારસ્વામીની નહીં પરંતુ તેની પત્નીની ચર્ચાઓ આસમાને પહોંચી છે.ત્યારે કોણ છે આ સુંદર ચહેરો જેને જોવા માટે ગુગલ પર લાઈનો લાગી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા કુમારસ્વામીના રાજકીય જગતની સાથે-સાથે ફિલ્મ જગત સાથે પણ સંબંધો છે અને કેમ ન હોય કારણ કે કુમારસ્વામીની પત્ની કન્નડ ફિલ્મોની અભિનેત્રી છે.જોકે હાલ કુમારસ્વામીની ચર્ચા કરતા સોશિયલ મીડિયામાં તેની પત્ની રાધીકાની ચર્ચાએ જોર પકડયું છે.લોકો રાધીકાને ગુગલ પર સતત ટ્રેડ કરી રહ્યા છે.
મહત્વનું છે કે કુમાર સ્વામી 58 વર્ષના છે.જ્યારે તેની પત્ની રાધીકા 31 વર્ષની જ છે.રાધીકા ખુબ સુંદર અને ગ્લેમર પણ છે.રાધીકાએ 2006માં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક દિકરી પણ છે.જેનું નામ શમિકા કે.સ્વામી છે.નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કે કુમાર સ્વામીની અંગત જિંદગીમાં જો નજર કરીએ તો કુમાર સ્વામીએ બે લગ્ન કર્યા.
પરંતુ તેમના બીજા લગ્ન ચર્ચામાં રહ્યા.કારણ કે કન્નડ ફિલ્મોની અભિનેત્રી રાધીકા કુમારસ્વામીથી 27 વર્ષ નાની છે.કુમાર સ્વામીના પહેલા લગ્ન 1986માં થયા.જે સમયે રાધીકાનો જન્મ થયો હતો.રાધીકાના પણ આ બીજા લગ્ન છે. આ પહેલા વર્ષ 2000માં રતન કુમાર સાથે 14 વર્ષની ઉમરમાં થયાં હતા.પરંતુ 2002માં રતન કુમારનું હાર્ટએટેકથી નિધન થયું હતું.
કુમારસ્વામી અને રાધીકાના લગ્ન તેમની વચ્ચે ઉંમરના અંતરના કારણે ચર્ચામાં રહ્યા. એવી પણ ચર્ચા છે કે બંનેએ 2006માં ગુપચુપ રીતે લંડનમાં લગ્ન કરી લીધા હતા. જે અંગેનો ખુલાસો 2016માં થયો. કોંગ્રેસ નેતા અને સાઉથ એક્ટ્રેસ રામીયાએ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાધીકા અને કુમારસ્વામીના લગ્નનો ભાંડો ફોડયો હતો. આ પહેલા પણ 2013માં પણ આ અંગે ચર્ચાઓએ જોર પકડયું હતું. કારણ કે રાધીકા અને કુમારસ્વામીની તસ્વીરો વાયરલ થઈ હતી. જેમાં તેમની સાથે એક નાની બાળકી પણ હતી. લગ્નને લઈને કુમાર સ્વામી વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી પણ થઈ હતી. જેને પુરાવાના અભાવે કોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે કુમારસ્વામી અને રાધીકાના લગ્ન ભલે વિવાદમાં રહ્યા હોય પરંતુ સંપત્તિના મામલામાં રાધિકા કુમારસ્વામીથી અનેક ગણી આગળ છે.ચૂંટણી પંચમાં દાખલ થયેલ એફિડેવીટ પ્રમાણે રાધિકાની કુલ સંપત્તિ 124 કરોડ રૂપિયા છે. જ્યારે કુમારસ્વામીની સંપત્તી 44 કરોડની છે. 2002થી કન્નડ ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરનારી રાધીકા હાલ હોટ ટોપીક બની ગઈ છે. સમાચારોમાં કુમારસ્વામીની નહીં પરંતુ રાધીકાની ચર્ચાઓએ જોર પકડયું છે.લોકો સોશિયલ મીડિયા પર રાધીકાને સર્ચ કરી રહ્યા છે.