બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jayshree gaikwad accuses sajid khan for sexual harassment marathi actress bigg boss 16

યૌન શોષણ / 'એકલી ઓફિસમાં બોલાવી ટચ કરવા લાગ્યો', અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ફરી સાજિદ વિવાદમાં

Premal

Last Updated: 05:28 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાજિદ ખાન હાલમાં બિગ બૉસ 16માં જોવા મળી રહ્યાં છે. સાજિદ ખાન બિગ બૉસમાં પોતાની કારકિર્દીને નવી તક આપવા આવ્યાં છે. પણ જ્યારથી તેઓ બિગ બૉસમાં આવ્યાં છે, તેમને લઇને અવાર-નવાર નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે મરાઠી અભિનેત્રી જયશ્રી ગાયકવાડે સાજિદ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે.

  • મરાઠી અભિનેત્રીએ સાજિદ ખાન પર લગાવ્યો જાતિય શોષણનો આરોપ
  • મરાઠી અભિનેત્રી જયશ્રી ગાયકવાડે એક વીડિયો શેર કર્યો
  • વીડિયોમાં તેમણે પોતાની આપવીતી સંભળાવી

મરાઠી અભિનેત્રીએ સાજિદ ખાનને લઇને શોકિંગ ખુલાસો કર્યો

અહાના કુમરા, મંદાના કરીમી અને શર્લિન ચોપરા બાદ એક મરાઠી અભિનેત્રીએ સાજિદ ખાનને લઇને શોકિંગ ખુલાસો કર્યો છે. અભિનેત્રી જયશ્રી ગાયકવાડે સાજિદ ખાન પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. જયશ્રી ગાયકવાડે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમણે પોતાની આપવીતી સંભળાવી છે. 

અભિનેત્રી જયશ્રીએ જાતિય શોષણનો લગાવ્યો આરોપ 

વીડિયો શેર કરી જયશ્રી કહે છે, હું મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરુ છુ. 8 વર્ષ પહેલા એક કાસ્ટિંગ ડાયરેક્ટર મને એક પાર્ટીમાં લઇને ગયા હતા. જ્યાં મારી સાજિદ ખાન સાથે મુલાકાત કરાવી હતી. સાજિદ ખાન સાથે મળીને હુ ખૂબ ખુશ થઇ. તેમણે મને કહ્યું કે કાલે તમે ઑફિસમાં આવી જાઓ. હું એક ફિલ્મ કરી રહ્યો છુ. તો કદાચ તમારા માટે કઈક નિકળે. હું ગઈ. તેઓ ઑફિસમાં એકલા હતા. મને ગમે ત્યાં ટચ કરવા લાગ્યા. બિભત્સ કોમેન્ટ્સ પાસ કરવા લાગ્યા. મને કહ્યું, તમે ખૂબ સુંદર છો. પણ હું તમને કામ કેમ આપુ. મેં કહ્યું, તેના બદલામાં તમે શુ ઈચ્છો છો સર? હું એક્ટિંગ સારી કરુ છુ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sajid Khan (@aslisajidkhan)

તેમણે મને કહ્યું, માત્ર એક્ટિંગથી કામ નહીં ચાલે. હું જે કહીશ તે તારે કરવુ પડશે. મને ખૂબ ગુસ્સો આવ્યો. એવુ લાગ્યું કે ત્યાં જઇને હત્યા કરુ કે શુ કરુ. હું ત્યાંથી નિકળી ગઇ. 

સંકળાયેલા મુદ્દાઓ

Actress Jayshree Gaikwad Bigg Boss 16 sajid khan sexual harassment Actress Jayshree Gaikwad Sexual Harassment on Sajid Khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ