Jaydev Unadkat may get a place in Team India's playing 11
ક્રિકેટ /
ગુજરાતી ખેલાડીએ 12 વર્ષે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી મચાવ્યો તરખાટ, હવે લેવાઈ શકે છે મોટો નિર્ણય
Team VTV11:10 AM, 05 Feb 23
| Updated: 11:23 AM, 05 Feb 23
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ મેચમાં સૌરાષ્ટ્રના ધુરંધર ક્રિકેટર જયદેવ ઉનાડકટને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે. આ ખેલાડી આ સમયે શાનદાર ફોર્મમાં પણ છે.
9 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમાશે ટ્રેસ્ટ મેચ
જયદેવ ઉનાડકટને પ્લેઈંગ 11માં મળી શકે છે સ્થાન
રણજી ટ્રોફીમાં જોડાયા હતા સૌરાષ્ટ્રની ટીમ સાથે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને જોતા ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં આ સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે. આ સિરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ મેચમાં એક એવા ખેલાડીને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે, જેઓએ 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી કરી હતી. આ ખેલાડી આ સમયે શાનદાર ફોર્મમાં પણ છે.
સૌરાષ્ટ્રના જયદેવ ઉનાડકટને મળી શકે છે તક
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં સૌરાષ્ટ્રના ધુરંધર ક્રિકેટર જયદેવ ઉનાડકટને સામેલ કરી શકે છે. જયદેવ ઉનાડકટને બાંગ્લાદેશના પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. આ સિરીઝમાં તેમને એક મેચ રમવાની તક પણ મળી હતી. બાંગ્લાદેશ સામેની સિરીઝની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જયદેવ ઉનડકટે 50 રનમાં 2 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગમાં તેમણે એક વિકેટ લીધી હતી. આ પહેલા તેમણે વર્ષ 2010માં સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ મેચ રમી હતી.
રણજી ટ્રોફીમાં રચ્યો હતો ઈતિહાસ
જયદેવ ઉનાડકટ બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફરતાની સાથે જ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાયા હતા અને દિલ્હી સામે રમ્યા હતા. આ મેચમાં જયદેવ ઉનાડકટે પહેલી જ ઓવરમાં પોતાની હેટ્રિક પૂરી કરી અને ઈતિહાસ રચી દીધો હતો. રણજી ટ્રોફીની કોઈ મેચમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનાર તેઓ પ્રથમ બોલર હતા. જયદેવ ઉનાડકટે ભારત માટે 7 ODIમાં 8 વિકેટ અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 14 વિકેટ પણ લીધી છે.
ફર્સ્ટ ક્લાસ મેચમાં લીધી છે 373 વિકેટ
સ્થાનિક ક્રિકેટમાં જયદેવ ઉનાડકટના આંકડા ખૂબ જ શાનદાર રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોમાં તેમણે કુલ 373 વિકેટ લીધી છે. બીજી તરફ લિસ્ટ Aની 116 મેચમાં જયદેવ ઉનાડકટના નામે કુલ 168 વિકેટ છે.