જયા બચ્ચનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લોકો પર બૂમો પાડી રહી છે.
જયા બચ્ચન ભોપાલમાં પ્રશંસકો પર થઇ ગુસ્સે
અભિષેક અને જયા બચ્ચનને સાથે જોતા ચાહકોએ તેમને ઘેર્યા
સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા જયા બચ્ચનને આવ્યો ગુસ્સો
પ્રશંસકો પર થઇ ગુસ્સે
બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચન અને કેમેરાનો સંબંધ પડદા પર સારો રહ્યો. પરંતુ પડદાની અંદર ખૂબ ખરાબ. કેમેરામેનને તેઓ જરા પણ એન્ટરટેઇન કરતી નથી. આ વાત જગજાહેર છે. ભૂલથી પણ તે કાલોજની સાથે દુર્ગા પૂજા પંડાલમાં હસવા લાગી હતી. તો લોકો આશ્ચર્યપૂર્વક જોવા લાગ્યા હતા. જયા બચ્ચન એક વખત ફરીથી જોવા મળી. જ્યાં તે પ્રશંસકો પર ગુસ્સે થઇ હતી.
જયા બચ્ચને ભોપાલના કાલીબાડી મંદિરમાં કર્યા દર્શન
વિજયા દશમીના અવસરે જયા બચ્ચન પુત્ર અભિષેક બચ્ચનની સાથે ભોપાલ ગઇ. ભોપાલના કાલીબાડી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી. અહીં બંનેને સાથે જોતા જ પ્રશંસકોએ તેમને ઘેરી લીધા. નાના-મોટા બધા તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યા. અભિષેક બચ્ચન તો બધાની સાથે આરામથી ફોટો પડાવી રહ્યાં હતા પરંતુ તેમની માતા બધાની ઉપર ગુસ્સે થઇ.
જયા બચ્ચને ભોપાલના લોકો પર કર્યો ગુસ્સો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જયા બચ્ચન પ્રશંસકો પર ગુસ્સે થઇ રહી છે. તેમના પર બૂમો પાડી રહી છે. તે પ્રશંસકોને દૂર રહેવા માટે કહી રહી છે. આ સાથે પ્રશંસકોને ફોટો ન લેવા માટે કહી રહી છે. કોઈની પર બૂમો પાડી રહી છે. આંખો પર લાઈટ મારી રહ્યાં છો, શું કરી રહ્યાં છો તમે લોકો. ના પાડી તો થોડી શરમ કરો. ભોપાલના લોકોને થોડી શરમ તો હોવી જોઈએ. અભિષેક બચ્ચન બધાની સાથે સેલ્ફી સેશન કરાવે છે. આ દરમ્યાન તેમની સાથે અમુક મહિલાઓ પણ તસ્વીરો લે છે તો તેના પર પણ જયા કહે છે, અરે તમે લોકો તો છોડી દો ત્યારે જયાની પાછળથી ઘણા તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે ત્યારે જયા તેમની પર ભડકી જાય છે.