15 ડિસેમ્બરથી માત્ર 5000 રૂપિયામાં શરૂ થશે Jawa Bikeની બુકિંગ

By : juhiparikh 04:14 PM, 07 December 2018 | Updated : 04:14 PM, 07 December 2018
દેશના લોકો ઘણા લાંબા સમયથી જાવા બાઇક રાહ જોઇ રહ્યા છે. લોન્ચિંગ પછી ફાઇનલી હવે કંપનીએ બુકિંગ કરાવવાની તારીખની જાહેરાત કરી દીધી છે. 15 ડિસેમ્બરથી માત્ર 5000 રૂપિયાનું ટોકન મની આપીને તમે જાવા બાઇકનું બુકિંગ કરાવી શકો છો. ધારો કે એક વખત તમે જાવા બાઇકનું બુકિંગ કરાવો અને બાદમાં તેને કેન્સલ કરાવવા માંગો છો તો આ બુકિંગની સંપૂર્ણ રકમ પાછી મળી જશે.

તમને જણાવી દઇએ કે, જાવા બાઇક 44 વર્ષ પછી બજારમાં પરત ફરી રહ્યુ છે. નવેમ્બર મહિનામાં કંપનીએ એકસ સાથે 2 બાઇક્સ લોન્ચ કર્યા હતા, જ્યાં Jawa Perakને શોકેસ કરવામાં આવ્યુ હતુ, આ બાઇકની સ્ટાર્ટિંગ પ્રાઇસ દિલ્હીના શોરૂમમાં 1.55 લાખ રૂપિયા છે. કંપનીએ લોન્ચિંગ ઇવેન્ટમાં જણાવ્યુ કે ,આ બાઇકના દેશભરમાં 105 ઓથોરાઇઝ્ડ ડિલર્સ હશે, જેમાંથી 64 શરૂ થઇ ચૂક્યા છે. 

અહીં જાણવા જેવી વાત એ છે કે લોન્ચ કરવામાં આવેલી બંને બાઈક્સમાં Jawa 42 લોકો વચ્ચે વધુ પૉપ્યુલર થઇ રહી છે. જાવા બાઇક્સને રોયલ એનફિલ્ડની સ્પર્ધાત્મક બાઇક તરીકે પણ જોવામાં આવી રહી છે. આ જાવા બાઇક 42નુ મોડલ 70 અને 80ના Czech Motorcyclesથી પ્રેરિત છે. ફેબ્રુઆરી 2019માં આ બાઈકની ટેસ્ટ ડ્રાઇવ અને ડિલીવરી થશે.Recent Story

Popular Story