બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Javed Akhtar gave a reply to the extremists in Pakistan this statement was given on the attacker

નિવેદન / જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જ કટ્ટરપંથીઓને ધોઈ નાંખ્યા: કહ્યું અમારા શહેર પર હુમલા કરનારા તમારા ત્યાં ખુલ્લા ફરી રહ્યા છે

Arohi

Last Updated: 12:55 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાવેદ અખ્તરના નિદેવન ભારતમાં મોટાભાગે ચર્ચામાં રહે છે. ત્યાં જ ભાજપ નેતાઓ વિરૂદ્ધ તે બોલે છે. તે મોટાભાગે આ કારણે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે તેમણે પાકિસ્તાન જઈને જે કહ્યું તેની ચર્ચા થઈ રહી છે.

  • જાવેદ અખ્તરના નિવેદનની ચર્ચા 
  • પાકિસ્તાનમાં જઈ આપ્યું આવું નિવેદન 
  • જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં આપ્યું મોટું નિવેદન 

બોલિવુડના ફેમસ સિંગર જાવેદ અખ્તર પાકિસ્તાનમાં જઈને જે બોલી આવ્યા છે તેની આપણા દેશમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. હકીકતે ફેઝ ફેસ્ટિવલ 2023ના અવસર પર લાહોરમાં જાવેદ અખ્તરે એવું નિવેદન આપ્યું છે જે સાંભળ્યા બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે.

પાકિસ્તાનમાં જાવેદ અખ્તરને સાંભળનાર મોટાભાગના લોકો પાકિસ્તાની હતા. પરંતુ તેમ છતાં તેમની વાતો સાંભળીને તાલીઓનો ગળગળાટ સાંભળવા મળ્યો. તેમણે કહ્યું કે મહત્વની વાત એ છે કે આજકાલ ફિઝા એટલી ગરમ છે તે ઓછી હોવી જોઈએ. ભારતીય ડાયલોગ રાઈટરે પોતાના અંદાજમાં જે રીતે પાકિસ્તાનને સંભળાવ્યુ, તેના વખાણ થઈ રહ્યા છે. 

શું કહ્યું જાવેદ અખ્તરે? 
તેમણે કહ્યું, "અમે તો મુંબઈના લોકો છીએ. અમે જોયુ અમારા શહેર પર કઈ રીતે હુમલો થયો તે લોકો નોર્વેથી તો ન હતા આવ્યા. ન તો ઈજીપ્તથી આવ્યા હતા. તે લોકો હજું પણ પોતાના દેશમાં ફરી રહ્યા છે." જાવેદ અખ્તરે કહ્યું કે ફરિયાદ જો હિંદુસ્તાનીના દિલમાં હોય તો તમારે ખોટુ ન લગાડવું જોઈએ. 

જાવેદ અખ્તર ભારત અને પાકિસ્તાનમાં થતા કાર્યક્રમોને લઈને પણ બોલ્યા. તેમણે કહ્યું કે અમે તો નુસરતના મોટા મોટા ફંક્શન કર્યા. મહેંદી હસનના મોટા મોટા ફંક્શન કર્યા... તમારા દેશમાં તો લતા મંગેશકરનું કોઈ ફંક્શન નથી થયું. તેના પર પાકિસ્તાન પણ તાલીઓ વગાડવાથી પોતાને રોકી ન શક્યું. ફેમસ ભારતીય ગીતકારે કહ્યું કે હકીકતએ છે. ચલો આપણે એક બીજાની ફરિયાદ ન કરીએ. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
જેવું સોશિયલ મીડિયા પર કાર્યક્રમનો વીડિયો આવ્યો તો ભારતીય અને પાકિસ્તાની એક બીજાના સામે આવી ગયા. અમુક લોકોએ મજા લેતા કહ્યું, "જાવેદ ચાચાને ખબર છે કે પાકિસ્તાન કંગાલ થઈ ગયું છે અને ઈજ્જત ઓછી થઈ ચુકી છે."

મુન્ના સિંહે લખ્યું, "જાવેદ અખ્તરે ફેઝ ફેસ્ટિલ લાહોરમાં પાકિસ્તાની જનતાને અરીસો બતાવ્યો." #javedakhtar ટ્રેન્ડ કરી રહ્યો છો. 

એક વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું જાવેદ અખ્તર સ્ટેજ પર આવ્યા ત્યાં હાજર લોકો તાલિઓ વગાડતા ઉભા થઈ ગયા. ભારતીય લેખકે પણ હાથ ઉઠાવીને તેમનું અભિવાદન કર્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Javed Akhtar pakistan statement જાવેદ અખ્તર javed akhtar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ