બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રથમ વાર કોઇ ગુજરાતી કરશે ગ્લોબલ ગ્રુપનું નેતૃત્વ, સોંપાઇ વિશ્વના સૌથી મોટા એન્ટરપ્રિન્યોરશિપ નેટવર્કની કમાન
Last Updated: 10:09 PM, 3 December 2024
ટાઈ ગ્લોબલ કે જે દુનિયાનું મોટું ફોસ્ટરીંગ એન્ટરપ્રિનિયોરશીપનું નેટવર્ક છે. તે ગર્વથી જાહેર કરીએ છીએ કે જતિન ત્રિવેદી, કે જેઓ વાય. જે. ત્રિવેદી એન્ડ કંપનીના સીનિયર પાર્ટનર અને ટાઈ અમદાવાદના ભુતપૂર્વ પ્રેસીડેંટ છે. તેઓની ટાઈ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં આવનારા બે વર્ષ માટે નિમણૂક થયેલ છે. તેમનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2025થી 31 ડિસેમ્બર 2026 સુધીનો રહેશે. ટાઇ અમદાવાદ અને જતિન ત્રિવેદી માટે આ સિદ્ધિ નોંધપાત્ર અને સીમાચિન્હરૂપ છે કેમ કે ગુજરાતમાંથી પહેલીવાર જતિન ત્રિવેદી ટાઈ ગ્લોબલ જેવા પ્રતિષ્ઠિત ગ્લોબલ ગ્રુપનું નેતૃત્વ કરશે.
ADVERTISEMENT
ગુજરાતનાં પહેલા વ્યક્તિએ ટાઈ ગ્લોબલમાં ટ્રસ્ટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું
આ ખરેખર એવી સિદ્ધિ છે કે જતિન ત્રિવેદીનું નામ હરીશ મેહતા, સૌરભ શ્રીવાસ્તવ, નારાયણ મુર્તિ, સી. કે. પ્રહલાદ જેવા બીજા ઘણા નોંધપાત્ર અને પ્રતિષ્ઠિત કે જેઓ ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટી રહી ચૂક્યા છે અને પોતાની સેવાઓ આપેલ છે, તેઓની સાથે સામેલ થયેલ છે. જતિન ત્રિવેદી ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે કે જેઓ ટાઈ ગ્લોબલમાં ટ્રસ્ટી તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ADVERTISEMENT
ટાઈ ગ્લોબલનું બોર્ડ ઓફ ટ્રસ્ટી 11 સભ્યોનું હોય છે. જે દુનિયાના અલગ-અલગ દેશોમાથી ચૂંટાયેલા સભ્યોનું હોય છે કે, જેઓ ટાઇના એન્ટરપ્રિનિયોરશીપ પ્રોત્સાહન, માર્ગદર્શન અને ઇનોવેશન માટેના મિશન માટે કટિબદ્ધ છે. આ ટ્રસ્ટી મંડળ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને ગ્લોબલી એકબીજા સાથે જોડવાનો ખૂબજ મોટો રોલ નિભાવે છે.
આ મારી માટે બહુ મોટું સન્માન છેઃ જતિન પટેલ (ટ્રસ્ટી,ટાઈ ગ્લોબલ)
જતિન ત્રિવેદી પોતાને ટાઈ ગ્લોબલના ટ્રસ્ટી મંડળમાં ચૂંટાવા માટે જણાવે છે કે આ મારી માટે બહુ જ મોટું સન્માન છે કે હું અમદાવાદ અને ગુજરાતને ટાઈ ગ્લોબલના બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકે પ્રતિનિધિત્વ કરીશ. 25 વર્ષના ઉદ્યોગસાહસિક અનુભવ અને ભારતની અનન્ય ક્ષમતાની ઊંડી સમજ સાથે, હું દેશભરમાં ટાઈની હાજરી વધારવા અને વિશ્વભરના પ્રકરણો વચ્ચે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છું. સાથે મળીને, અમે ઉદ્યોગસાહસિકો માટે એક મજબૂત, વધુ સમાવિષ્ટ વૈશ્વિક નેટવર્ક બનાવી શકીએ છીએ.
2022 થી 2024 દરમ્યાન ટાઈ અમદાવાદનાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી
ટાઈ અમદાવાદ જતીન ત્રિવેદીને, ટાઈ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં તેમની ઐતિહાસિક ચૂંટણી બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે. જતિન ત્રિવેદીએ અગાઉ 2022થી 2024 દરમિયાન ટાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. જે દરમિયાન તેમણે પ્રદેશમાં ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નેતૃત્વ સંક્રમણ વિશ્વભરના સાહસિકોને સશક્તિકરણ અને પ્રેરણાદાયી બનાવવાની નવી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ટાઈ અમદાવાદના હાલ ના પ્રેસિડેન્ટ ભાવિન એસ. ભગતે જણાવ્યુ છે કે, ટાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જતિન ત્રિવેદીએ ઇકોસિસ્ટમને ટેકની બહાર વિસ્તારી, યુવા સમાવેશને પ્રોત્સાહન આપ્યું અને સ્થાનિક નેટવર્કમાં 120% વૃદ્ધિ હાંસલ કરી. તાજેતરના વર્ષોમાં તેમની સાથે નજીકથી કામ કર્યા પછી, મેં તેમના નેતૃત્વની અસર જાતે જ જોઈ છે, વૈશ્વિક બોર્ડમાં તેમના નામાંકનને કુદરતી અને યોગ્ય પસંદગી બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT