બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:48 PM, 11 November 2024
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ હાર્યાં બાદ ટેન્શનમાં આવી રહેલા રોહિત શર્મા માટે સારા સમાચાર છે તેને ઘેર બીજું બાળક આવી રહ્યું છે. હાલમાં રોહિત અને રીતિકા સજદેહને સમાયરા નામની એક છોકરી છે તેઓ ટૂંક સમયમાં બીજા બાળકના માતાપિતા બની રહ્યાં છે.
ADVERTISEMENT
પહેલી બે ટેસ્ટ મેચ નહીં રમે રોહિત
આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અથવા પ્રથમ બે ટેસ્ટ મેચ ગુમાવી શકે છે.
ADVERTISEMENT
ગૌતમ ગંભીરે કેએલ રાહુલના વખાણ કર્યા
હવે ઓસ્ટ્રેલિયા જતા પહેલા કોચ ગૌતમ ગંભીરે કેએલ રાહુલના વખાણ કર્યા છે. ગંભીરે કહ્યું, "તેની (કેએલ રાહુલ)ની ગુણવત્તા એ છે કે તે ખરેખર ટોચના ક્રમમાં બેટિંગ કરી શકે છે. તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે અને તે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા કેટલા ખેલાડીઓ છે જે કેએલ રાહુલની જેમ ઇનિંગ્સ ખેલી શકે છે અને જરૂર પડ્યે છઠ્ઠા નંબર પર પણ રમી શકે છે. તેથી જ મને લાગે છે કે જો જરૂર પડે તો તે ઓપનિંગ કરી શકે છે. રાહુલને બદલે કોણ રમશે
22 નવેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ
BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા આ ટીમનો કેપ્ટન છે અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટન છે. ડોમેસ્ટિક ક્રિકેટ સ્ટાર અભિમન્યુ ઇશ્વરને રિઝર્વ ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ શ્રેણીની શરૂઆત 22 નવેમ્બરે પર્થ ટેસ્ટથી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.