બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Jasprit Bumrah pips Malcolm Marshall, Glenn McGrath in bowling average

સ્પોર્ટ્સ / જસપ્રીતનો જલવો : બુમરાહે બનાવી નાખ્યો ખાસ રેકોર્ડ, દુનિયાના ધુરંધર બોલર્સને પણ પાછળ છોડી દીધા

Parth

Last Updated: 05:08 PM, 31 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે બોલિંગ એવરેજ મામલે દુનિયાના મહાન બોલર્સને પણ પાછળ છોડી દીધા છે.

  • ૫૦ વર્ષની બેસ્ટ બોલિંગ એવરેજ
  • માર્શલ, ગાર્નર, એમ્બ્રોસ, મેકગ્રાથી બૂમરાહ આગળ

સરેરાશ મામલે બૂમરાહ સૌથી આગળ

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે બોલિંગ એવરેજ મામલે વિન્ડીઝના મહાન બોલર્સ- માલ્કમ માર્શલ, કર્ટલી એમ્બ્રોસ, જોએલ ગાર્નર અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાને પણ પાછળ છોડી દીધા છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ૭૫થી વધુ વિકેટ ઝડપનારા બોલર્સની સરેરાશ મામલે બૂમરાહ સૌથી આગળ નીકળી ગયો છે.

કેટલી છે એવરેજ 

બૂમરાહે ૧૬ ટેસ્ટ મેચમાં ૨૦.૬૮ની સરેરાશથી ૭૬ વિકેટ ઝડપી છે, જ્યારે વિન્ડીઝના ભૂતપૂર્વ ફાસ્ટર માલ્કમ માર્શલે ૮૧ ટેસ્ટમાં ૨૦.૯૪ની સરેરાશથી ૩૭૬ વિકેટ ઝડપી છે. જોએલ ગાર્નરે ૫૮ ટેસ્ટમાં ૨૦.૯૭ની સરેરાશથી ૨૫૯ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત કર્ટલી એમ્બ્રોસે ૯૮ ટેસ્ટ મેચમાં ૨૦.૯૯ની સરેરાશથી ૪૦૫ શિકાર કર્યા છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના વર્તમાન ફાસ્ટ બોલર પેટ કમિન્સનો નંબર આવે છે, તેણે અત્યાર સુધી રમેલી ૩૨ ટેસ્ટમાં ૨૧.૫૧ની સરેરાશથી ૧૫૩ વિકેટ ઝડપી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના જ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ૧૨૪ ટેસ્ટ મેચમાં ૨૧.૬૪ની સરેરાશથી ૫૩૬ વિકેટ ઝડપી હતી.

''હું માત્ર મારી બોલિંગ પર ધ્યાન આપું છું''

ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીની બે ટેસ્ટમાં બૂમરાહે કુલ ૧૦ વિકેટ ઝડપી ચૂક્યો છે. બીજી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ તેણે કહ્યું હતું, ''હું આંકડા પર નજર રાખતો નથી. એનાથી દબાણ સર્જાય છે. હું માત્ર મારી બોલિંગ પર ધ્યાન આપું છું.'' ઉલ્લેખનીય છે કે ૨૦૧૮-૧૯ના પ્રવાસ દરમિયાન બૂમરાહે ૨૧ વિકેટ ઝડપી હતી. બૂમરાહના આ શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે કાંગારું ટીમને ૨-૧થી માત આપી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ