બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / જસપ્રીત બુમરાહ અને સિરાજને તક નહીં! ટી-20 સીરિઝમાંથી આઉટ, ટીમ ઈન્ડીયા પર મોટો દાવો

ઈંગ્લેન્ડ સીરિઝ પર મંથન / જસપ્રીત બુમરાહ અને સિરાજને તક નહીં! ટી-20 સીરિઝમાંથી આઉટ, ટીમ ઈન્ડીયા પર મોટો દાવો

Last Updated: 06:36 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝમાંથી ટીમ ઈન્ડીયાના બે મોટા ખેલાડીને બહાર રાખવામાં આવી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડીયાને ઈંગ્લેન્ડ સામે ટી 20 સીરિઝ રમવાની છે, તેની ટીમ પણ જાહેર થઈ નથી. આવતે અઠવાડિયે ઈંગ્લેન્ડ સામેની ટીમ ઈન્ડીયાનું એલાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી 20 સીરિઝ અને પછી વનડે સીરિઝ શરુ થઈ રહી છે.

કયા બે ખેલાડીને તક

બુમરાહ અને સિરાજની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીને લેવામાં આવી શકે છે. અર્શદીપ સિંહ પેસ આક્રમણની આગેવાની સંભાળશે. વનડે માટે પણ બોલરની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત, જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી , જે 2023 ODI વર્લ્ડ કપથી ભારતીય ટીમની બહાર છે, તે T20I શ્રેણીને ચૂકી શકે છે, ત્યાં એક મજબૂત તક છે કે તેને ODI ટીમ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સામેલ કરવામાં આવે.

18 અથવા 19 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર

જ્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીનું એલાન થયું છે ત્યારથી તેને કંઈને કંઈ વિઘ્ન નડી રહ્યું છે. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ જાહેર કરવાની ડેડલાઈન 12 જાન્યુઆરી હતી પરંતુ હજુ સુધી બીસીસીઆઈ ટીમ નક્કી કરી શકી નથી. હવે સામે આવ્યું છે કે બીસીસીઆઈએ ટીમ જાહેર કરવા માટે આઈસીસી પાસેથી વધુ સમયની માગણી કરી છે, એટલે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર થવામાં સમય લાગી શકે છે નિયત ડેડલાઈન પર જાહેર ન પણ થઈ શકે. હકીકતમાં છેલ્લા કેટલાય સમયથી ટીમ ઈન્ડીયામાં અનેક વિવાદો સામે આવી રહ્યાં છે, બીજીટીમાં પરાજય બાદ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યાં છે, કોઈએ ઠેકાણે ખેલાડીઓના ઝગડાના પણ મુદ્દા છે તે ઉપરાંત કયા ખેલાડીને લેવો અને કોને નહીં તેનો નિર્ણય પણ બીસીસીઆઈ કરી શકી નથી. સૂત્રોએ એવું કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત 18 અથવા 19 જાન્યુઆરીએ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Squad England T20 Mohammed Siraj Jasprit Bumrah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ