બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 20 January 2025
પ્રખ્યાત ક્રિકેટ મેગેઝિન વિઝડને વર્ષ 2024 માટે મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહ ઉપરાંત યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પણ આ ટીમમાં તક મળી છે, જેણે તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
🚨 JASPRIT BUMRAH - CAPTAIN OF WISDEN'S TEST TEAM OF THE YEAR. 🚨 pic.twitter.com/ZFMMKJgcTK
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 20, 2025
આ વિઝડન ટીમમાં 26 વર્ષ કે તેથી નાની ઉંમરના છ ખેલાડીઓ અને વર્ષ 2024માં ડેબ્યૂ કરનાર ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ટીમના ટોચના સાત ખેલાડીઓમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક અને જેમી સ્મિથનું નામ સામેલ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: IPL 2025 માટે લખનઉ સુપર જાયન્ટસે કેપ્ટનનું કર્યું એલાન, 27 કરોડનો ખેલાડીને સોંપી કમાન
આ ઉપરાંત ઈંગ્લેન્ડના ગસ એટકિન્સનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડના પાંચ, ભારતના બે, ન્યુઝીલેન્ડના ત્રણ અને શ્રીલંકાના એક ખેલાડીને સ્થાન મળ્યું છે. બુમરાહ માટે વર્ષ 2024 ખૂબ જ ખાસ રહ્યું, જ્યાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું અને 13 ટેસ્ટમાં 71 વિકેટ લીધી. ટીમની પસંદગી 41 ક્રિકેટ લેખકોની પેનલ દ્વારા કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2024 સુધીના પ્રદર્શન પર નજર રાખવામાં આવી હતી.
આ પેનલે વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી જયસ્વાલની 209 રનની ઇનિંગને વર્ષની શ્રેષ્ઠ ઇનિંગ ગણાવી. વિઝડનની ટેસ્ટ ટીમમાં કયા ખેલાડીઓ?
વિઝડનની 2024 ટેસ્ટ ટીમ ઑફ ધ યર: યશસ્વી જયસ્વાલ, બેન ડકેટ, કેન વિલિયમસન, જો રૂટ, હેરી બ્રૂક, કામિન્દુ મેન્ડિસ, જેમી સ્મિથ (wk), રવિન્દ્ર જાડેજા, ગુસ એટકિન્સન, મેટ હેનરી, જસપ્રીત બુમરાહ.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.