જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજીનો શું રોલ? યાર્ડના ડિરેક્ટર અને ભાજપ નેતાની Audio Clip વાયરલ

By : admin 07:46 PM, 11 January 2019 | Updated : 07:46 PM, 11 January 2019
રાજકોટઃ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણના પરીણામોમાં કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો. આ ચૂંટણી પહેલા અને પછી કેટલાય વિવાદો સામે આવ્યા હતા. ત્યારે હવે પરીણામો બાદ કેટલાક વિવાદો સામે આવી રહ્યા છે. જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને ભાજપના નેતા નરેશ ચોહલીયાની ઓડિયો કલીપ વાયરલ થઇ છે.

જેમાં નગરપાલિકાના સભ્યને આપેલા રૂપિયા અને કુંવરજીભાઈનો શુ રોલ તેનો આ ક્લીપમાં ઉલ્લેખ છે. આ ક્લીપમાં કરોડોના ભ્રષ્ટાચારનો માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર આરોપ લગાવ્યો છે. તમામ વિગતોનો ઓડિયો ક્લીપમાં ખુલાસો થઈ રહ્યો છે.

યાર્ડના ડિરેક્ટરે કહી રહ્યા છે કે, 'કેટલાય રૂપિયાથી કાર્યાલયો ખોલવામાં આવ્યા હતા. મારા નામે કેટલાય રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા પરંતુ મેં પૈસા નથી લીધા. બીજા બધા કાર્યકરોને પૈસા આપ્યા છે તેવું ઓડિયો ક્લીમાં કહી રહ્યા છે. વધુમાં તે કહે છે કે અમારા વોર્ડમાં ધૂતિ ગયા, વોર્ડ માટે પૈસા લઇ ગયા પરંતુ પૈસા પહોંચ્યા નથી. સાથે રહીને અમારી આંખોમાં ધૂળ નાખો છો... મે એક પણ મત કોંગ્રેસ માટે નથી માંગ્યો...' સાંભળો ક્લીપRecent Story

Popular Story