જસદણ ચૂંટણી જંગ, રાજકીય પક્ષોને સૂચન કરતા બેનર્સ લાગતા રાજકારણ ગરમાયું

By : kavan 02:50 PM, 07 December 2018 | Updated : 02:51 PM, 07 December 2018
જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણી પહેલા આટકોટમાં હાઈસ્કૂલ રોડ પર રાજકીય પક્ષોને સૂચન કરતા બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ચૂંટણીના પ્રચાર અને મતની માગ કરવા માટે આવવું નહી તે લખવામાં આવ્યું છે. રસ્તા પર બેનરો લાગતા રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે પોતાના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળીયાને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસ નવા ચહેરાને તક આપી અવસર નાકિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

બીજેપી અને કોંગ્રેસ એમ બંને રાજકીય પાર્ટીઓ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠકમાં આઝાદીથી લઇને આજ સુધીમાં માત્ર એક જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યુ છે. આ વખતની પેટા ચૂંટણીમાં બંને મુખ્ય ઉમેદવાર કોળી છે ત્યારે કોણ જીતશે તેના ઉપર સૌની નજર છે.

ત્યારે આજરોજ આટકોટમાં હાઈસ્કૂલ રોડ પર રાજકીય પક્ષોને સૂચન કરતા બેનર લાગેલા જોવા મળ્યા હતા. આ બેનરમાં લખાણ હતું કે, આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ચૂંટણીના પ્રચાર અને મતની માગ કરવા માટે આવવું નહીં તે લખવામાં આવ્યું છે. આટકોટના રાજ માર્ગો પર આ પ્રકારના બેનરો લાગતા રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે.  
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story