બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ના જિમ, ના ડાયેટિંગ, ના કોઈ બીજી કસરતો, આ એક ટ્રીકથી દૂર થઈ જશે વજન ઘટાડવાની ચિંતા

ફિટનેસ / ના જિમ, ના ડાયેટિંગ, ના કોઈ બીજી કસરતો, આ એક ટ્રીકથી દૂર થઈ જશે વજન ઘટાડવાની ચિંતા

Last Updated: 04:26 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવા માટે તમે વિવિધ તરકીબો અપનાવી હશે, પરંતુ શું તમને કોઈ પરિણામ મળ્યું? જો તમારો જવાબ ના હોય તો જાણી લો આ જાપાનીઝ ટેકનિક, આને અપનાવીને તમારા કમરાને ફરીથી કમર બનાવી શકો છો.

આજકાલ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી ગયું છે ત્યારે ઘરેથી જ કામ કરીને લોકોનું વજન વધી ગયું, જે પછી લોકોને સ્થૂળતાની સમસ્યા પણ વધવા લાગી છે. ત્યારે લોકો વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરવી, જીમ જવું, કસરત-યોગા કરવા જેવા ઘણા ઉપાયો કરતા હશે, પરંતુ આમાંથી કેટલાક ઉપાયો અસરકારક સાબિત થાય છે, ક્યારેક આ સમયનો વ્યય પણ થઈ જાય છે. ત્યારે આજે વજન ઘટાડવા માટે જાણીએ એક જાપાનીસ ટેકનિક વિશે કે જેમાં તમને ન ડાયેટ કરવાની જરૂર છે કે ન કોઈ જીમમાં જઈને મહેનત કરવાની જરૂર, ન તો જોગીંગ કે યોગા કરવા પડશે. માત્ર પાંચ મિનિટ સુધી ટુવાલ સાથે કરવું પડશે એ કામ અને પેટની આસપાસની ચરબી ધીમે-ધીમે ગાયબ થઈ જશે.

જાપાનીસ ફિઝિશિયને એક ખૂબ જ સરળ પણ જાદુઈ કસરત વિશે જણાવ્યું કે જેનાથી બોડી પોશ્ચર સુધરે છે, કમરના દુખાવામાં પણ મદદ થાય છે અને આ કસરત અસરકારક રીતે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે ફક્ત ટુવાલની જરૂર પડે છે. ત્યારે હવે તમને એવો સવાલ થશે કે ફક્ત ટુવાલથી ચરબી કેવી રીતે ઘટી શકે છે? તો જવાબ છે વિજ્ઞાન. નિષ્ણાતોના અભ્યાસ અનુસાર, પેલ્વિસ ખોટી જગ્યાએ હોવાને કારણે પેટની આસપાસ ચરબી જમા થઈ જાય છે અને આ જાપાનીસ ટેક્નિક પેલ્વિસ પ્લેસમેન્ટને ઠીક કરવાનો દાવો કરે છે. જેનાથી આપમેળે જ કમરની આસપાસની ચરબી ઘટી જાય છે અને સાથે જ વજન પણ ઘટે છે.

આ જાપાનીસ ટેકનિક અજમાવવાથી પેટની ચરબી માત્ર 2 દિવસમાં જ ઓછી થવા લાગશે. આ માટે જીમમાં જવાની કે બીજી કોઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી પડતી. આ ટેક્નિક માટે માત્ર એક ટુવાલની જ જરૂર પડે છે. ટુવાલને ગોલ રોલ કરીને આ ટેક્નિક દ્વારા વજન ઘટાડી શકાય છે. આ રીતે કરો એક્સરસાઇઝ:

exercise-1

વધુ વાંચો: ડાયાબિટીસ હોય તો આ 3 વસ્તુ ખાવાથી બચજો, કંટ્રોલમાં રહેશે સુગર લેવલ

  • ટુવાલને લગભગ 15 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા નળાકારમાં ફોલ્ડ કરી લો. તેને દોરા કે રબર બેન્ડથી બાંધી લો જેથી તે ખુલી ન જાય.
  • આ પછી, ફ્લોર, ફિટનેસ મેટ અથવા મસાજ ટેબલ જેવી સપાટ અને મજબૂત સપાટી પર સીધા સૂઈ જાઓ.
  • આ પછી રોલ કરેલા ટુવાલને કમરની નીચે એવી રીતે રાખો કે તે નાભિને સમાંતર હોય.
  • પગને ખભાની પહોળાઈ સુધી ખોલી કાઢો અને પગને એ જ જગ્યા પર રાખીને બંને પગના અંગૂઠા એકબીજા સાથે અડાડો.
  • હવે બંને હાથની ટચલી આંગળીઓને એકબીજા સાથે અડાડીને હાથ માથાથી ઉપર લઈ જાઓ અને ત્યાં જ રહેવા દો.
  • આ પોઝિશનમાં 5 મિનિટ સુધી પડયા રહો.
  • પછી ધીરે-ધીરે નોર્મલ પોઝિશનમાં આવો અને એક્સરસાઇઝ પૂરી કરો.
  • આ ટેક્નિક રોજ 3 વાર કરવાથી તમને જાતે જ તમારા શરીરમાં બદલાવ જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Weight Loss Lifestyle Health and Fitness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ