બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Japan Where Alcohol Bicyclists Are Also Sentenced To Prison

ના હોય! / એક એવો દેશ જ્યાં દારૂ પીને સાયકલ ચલાવનારાને પણ થઈ શકે છે જેલ!

Bhushita

Last Updated: 11:33 AM, 28 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનના વિકાસમાં કેમેરા અને ટેકનિક મુખ્ય છે. જો કે અહીં રહેનારા લોકોની સુરક્ષાને આ ટેકનિકનું શ્રેય આપી શકાય નહીં. જાપાનને સુરક્ષિત બનાવવામાં અહીંના કાયદા, ગુનો રોકનારી નીતિઓ અને શિક્ષા મહત્વના છે. આ જ કારણ છે કે જાપાનમાં દારૂ પીને સાયકલ ચલાવવાને માટે પણ જેલની સજાની જોગવાઈ છે. 2018ના ગ્લોબલ પીસ ઈન્ડેક્સની સૂચિમાં તે 9મા સ્થાને રહ્યું હતું.

  • જાપાનમાં સુરક્ષાની છે ખાસ વ્યવસ્થા
  • કાયદા અને નીતિઓના કારણે સુરક્ષિત છે જાપાન
  • દારૂ પીને સાયકલ ચલાવવા માટે પણ થઈ શકે છે જેલ

ઝીરો ટોલરન્સ પોલીસી અને કોબેનની સુરક્ષા છે જાપાનની ખાસિયત

જાપાનમાં ડ્રગ્સ અને ક્રાઈમની સાથે સંકળાયેલી સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં જાપાનમાં 1 લાખ લોકોમાં 0.28ના દરથી હત્યા થઈ હતી. બ્રાઝિલમાં 2017માં આ દર 30.8 નો રહ્યો હતો. આ આંકડા હાલના સમયના છે. જાપાન શાંતિની ઊંઘ લઈ શકે છે તો તેની પાછળનું કારણ અહીંની પોલીસ અને હથિયારો અને અપરાધોને લઈને ઝીરો ટોલરન્સ પોલીસી છે. આ તમામ નિયમ કાયદા 200 વર્ષ જૂના છે. જાપાનમાં તેને કોબેન કહેવામાં આવે છે. એક કોબેનમાં 2થી 3 પોલીસવાળા હોય છે. તેમનું કામ હોય છે લોકોને સુરક્ષાની સાથેની જાણકારી આપવાનું. જો કોઈ નાગરિકનો સામાન ખોવાઈ જાય તો તે કોબેનમાં ફરિયાદ કરી શકે છે. આ પોલીસ સમાજને સેવા આપવાનું કામ કરે છે. જાપાનમા કુલ 6600 કોબેન છે. 


સૌથી ઓછો બંદૂકનો ઉપયોગ થાય છે જાપાનમાં

દુનિયાભરમાં સૌથી ઓછો બંદૂકનો ઉપયોગ જાપાનમાં કરવામાં આવે છે. વર્ષ 2017માં જાપાનમાં 22 અપરાધમાં બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં 3 લોકોના મોત થયા હતા. આ સમયાવધિમાં અમેરિકામાં 15612 મોત બંદૂકથી થઈ હતી. અપરાધના ઓછા આંક પાછળનું કારણ છે જાપાનની શિક્ષણ વ્યવસ્થા. જાપાનમાં પોલીસ વિદ્યાર્થીઓને અનેક પ્રકારની એક્ટિવીટી કરાવે છે અને તેમાં ફૂટબોલ મેચની મદદથી ડ્રગ્સ વિશે પણ માહિતગાર કરે છે. 

સાયકલ ચાલકો માટે છે ખાસ કાયદો, બાળકો માટે છે ખાસ વ્યવસ્થા

સાયકલ ચાલકોને માટે બનાવવામાં આવેલા કાયદાના આધારે દારૂ પીને સાયકલ ચલાવનારાઓને દંડ અને કારાવાસની પણ સજા થઈ શકે છે. હેડફોનની સાથે સાયકલ ચલાવવી, સેલફોનની સાથે કામ કરવું કે સાયકલ ચલાવતી સમયે છત્રી સાથે રાખવાથી પણ જેલ થઈ શકે છે. જાપાનના નાગરિકો પણ કાયદાનું પાલન કરવામાં આગળ છે. અનેક ઘર અને દુકાનોમાં એક સ્ટિકર હોય છે. જેની પર લખ્યું હોય છે કોડોમો 110 બેન ઈન દ લે. જેનો અર્થ થાય છે જે બાળકો ખતરામાં હોય છે જે આ જગ્યાને શેલ્ટર હોમની જેમ યૂઝ કરે છે. આ સિવાય પ્રાથમિક શિક્ષાની શરૂઆત 6 વર્ષના બાળકો પણ એલાર્મ લઈને જાય છે જેને ખતરનાક સ્થિતિમાં યૂઝ કરી શકે છે. 

જાપાનમાં દુર્ઘટનાઓને લઈને થાય છે કડક સજા

જાપાનમાં ડ્રાઈવર પણ કડક નિયમોનું પાલન કરે છે. અહીં દુર્ઘટનાઓ માટે કડક સજા થઈ શકે છે. જાપાને 1970માં એક કડક કાયદો બનાવ્યો, 1970માં કારની સંખ્યા વધી હતી ત્યારે અહીં 16765 મોત થયા હતા. આ કારણે જાપાનમાં સડક દુર્ઘટનામાં કડક દંડની જોગવાઈ છે. અહીં દારૂ પીને ગાડી ચલાવવા માટે પણ જેલની સજા થઈ શકે છે. 

બંદૂક ખરીદવા અને વાપરવા માટે પણ છે ખાસ જોગવાઈ

જાપાનમાં બંદૂક ખરીદવા માટે તમારે લાંબો સમય રાહ જોવી પડે છે અને સાથે તમારે સંયમ રાખવો પડે છે. આ માટે તેમને 1 દિવસનો કોર્સ કરાવવામાં આવે છે. જેમાં પરીક્ષા આપવાની રહે છે. અન્ય ભાગમાં નિશાન લગાવવાનું રહે છે. તેમનો એન્ટી ડોપિંગ ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. પોલીસ બંદૂક રાખનારાનો રેકોર્ડ પણ તપાસે છે. આ પછી પણ પોલીસની મંજૂરી બાદ જ વ્યક્તિ બંદૂક રાખી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bicycle Rules Fine Police Weird news japan prison કોબેન જાપાન જોગવાઈ દંડ સાયકલ સુરક્ષા OMG...
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ