બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Japan Want Its Companies To Move Factories Out Of China

કાર્યવાહી / ચીનને ભારતથી પણ મોટો ઝટકો આપવાની તૈયારીમાં જાપાન, લઇ શકે છે આવો નિર્ણય

Kavan

Last Updated: 04:21 PM, 19 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજી અટક્યો નથી ત્યારે હવે જાપાન દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સરકાર ચીનમાં રહેલી તમામ જાપાની કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન પોતાની 57 કંપનીઓને ચીનથી ફરી પરત બોલાવી શકે છે.

  • જાપાન દ્વારા વધુ એક પહેલ 
  • પોતાની કંપનીઓને બોલાવશે પરત 

એટલું જ નહીં, અન્ય 30 કંપનીઓને વિયેતનામ, મ્યાનમાર, થાઇલેન્ડ, અને દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રો પોતાના યૂનિટ પરત જાપાન પરત આવવા માટે પૈસા આપી રહી છે, નિક્કેઇ સમાચારના રિપોર્ટ પ્રમાણે સરકાર તેના માટે આશરે 70 અરબ યેન ખર્ચ કરશે. 

અમેરિકા પણ પોતાની કંપનીઓને બોલાવી રહ્યું છે પરત 

આપને જણાવી દઇએ કે, અમેરિકા પહેલેથી જ ચીનથી પોતાની કંપનીઓને પરત બોલાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. એપલે તો ભારતમાં પોતાના 2 નવા પ્લાન્ટ વધારવાનો નિર્ણય લીધો છે. ઘણી કંપનીઓ ચીનમાંથી બહાર આવવા માંગે છે. ભારતે અગાઉ પણ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે તેણે ચીની કંપનીઓ પર સંકજો કસવાનું શરૂ કરી દીધું છે. શક્ય છે કે આવતા સમયમાં ચીની કંપનીઓને ભારતની બહાર હાંકી કાઢવામાં આવે. 

તાઇવાને પણ ચીન વિરૂદ્ધ બનાવી છે નવી પોલીસી 

ચીન વિરૂદ્ધ તાઇવાને પણ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાઇવાનની સરકારે 2019માં એક એવી પોલીસી બનાવી હતી તેવી જ પોલીસી હાલ જાપાને પણ બનાવી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China Shinzo Abe japan ચીન ભારત Japan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ