બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / જાપાનમાં 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી જાહેર

વિશ્વ / જાપાનમાં 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી જાહેર

Last Updated: 02:00 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ભૂકંપના આંચકા જાપાનના મિયાઝાકી વિસ્તારમાં અનુભવાયા છે.

PROMOTIONAL 11

જાપાનમાં ફરી એકવાર ભૂકંપથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુરુવારે દક્ષિણ જાપાનમાં ફરી 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક શહેરોમાં તેના આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી છે. સુનામી 07:50 GMT વાગ્યે દક્ષિણ જાપાનમાં ત્રાટકે તેવી ધારણા છે. જાપાનના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે વધુ એક મુસ્લિમ દેશમાં PMને રાતોરાત હટાવાયા, મચ્યો હોબાળો

આ ભૂકંપના આંચકા જાપાનના મિયાઝાકી વિસ્તારમાં અનુભવાયા હતા. જોરદાર ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતા માટે સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japan Tsunami Earthquake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ