Japan PM Shinzo Abe likely to cancel Guwahati meet with PM Modi as Assam burns in anti-CAB protests
મુલાકાત /
આસામમાં CABના હિંસક વિરોધ વચ્ચે જાપાનના PM શિન્જો આબેનો ભારત પ્રવાસ રદ્દ
Team VTV10:58 AM, 13 Dec 19
| Updated: 02:12 PM, 13 Dec 19
નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. જાપાનના પીએમ ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા.
જાપાનના પીએમ શિંજો આબેની ભારત મુલાકાત થઇ શકે છે રદ્દ
પીએમ નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં સમિટ યોજાવાની
ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન
પીએમ નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં સમિટ યોજાવાની છે. પરંતુ ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ-પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
આસામમાં ચાલી રહેલા હિંસક વિરોધ-પ્રદર્શનને લઇને ગુવાહાટી યોજનારી ભારત-જાપાન સમિટને લઇને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો પ્રવાસ રદ્દ થાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમ 16 ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં યોજવાનો છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલ (CAB) ના વિરોધમાં પૂર્વોત્તર સહિત આસામમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારે થયેલા હિંસક પ્રદર્શન બાદ કાલે ગુવાહાટીમાં લોકોએ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું.
જેને લઇને ગુવાહાટીમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા છે. હિંસક પ્રદર્શન વચ્ચે રાજ્યમાં ટ્રાફિક સેવાઓ પર અસર જોવા મળી છે. ટ્રેનની સાથે વિમાની સેવાના આવન-જાવન પર અસર પડી છે. આસામના ચાર વિસ્તારમાં સેનાને તહેનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે ગુરૂવારના રોજ બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને ગૃહ મંત્રીએ ભારતનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ. કે. અબ્દુલ્લા મોમિનને દિલ્હી ડાયલોગમાં ભાગ લેવાનો હતો, પરંતુ તેમણે અચાનક પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો.