બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: આ દેશમાં ફરજિયાત દિવસમાં એક વખત હસવું જરૂરી, નાગરિકો માટે લાગુ કર્યો નવો નિયમ

અજબ ગજબ / VIDEO: આ દેશમાં ફરજિયાત દિવસમાં એક વખત હસવું જરૂરી, નાગરિકો માટે લાગુ કર્યો નવો નિયમ

Last Updated: 12:41 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ તેની મરજી મુજબ ખુશ કે દુખી રહે છે પણ એક એવો દેશ છે જ્યાંની સરકારે નાગરિકોને આદેશ આપ્યો છે કે જેવી પણ પરિસ્થતિ હોય એમને ફરજિયાતપણે દિવસમાં એકવાર ખૂલીને હસવું પડશે, કયો છે આ દેશ, ચાલો જાણીએ..

જીવનમાં ગમે તેટલું દુ:ખ કેમ ન હોય તમારે હંમેશા હસતું રહેવું જોઈએ પણ જો તમને હસવા માટે મજબૂર કરવામાં આવે તો તમે શું કરશો..? આવું જ કઇંક જાપાનમાં થયું છે અને ત્યાં એક વિચિત્ર નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાપાનના યામાગાટા રાજ્યમાં આ નવો કાયદો બનાવવામાં આવ્યો છે ત્યાંનાં લોકોએ દિવસમાં એક વખત ફરજિયાતપણે હસવું પડશે..

જ્યારથી આ ન્યૂઝ સામે આવ્યા છે ત્યારથી લોકોના મનમાં એક પ્રશ્ન એ છે એક આવો કાયદો કોણ બનાવે અને આ બનાવવા પાછળનું કારણ શું છે? તો આ નિયમ બનાવવા પાછળનું કારણ છે એક રિસર્ચ.. જે ત્યાંની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી.એ રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હસવાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદા થાય છે અને હૃદયની બીમારીઓ ઓછી થાય છે અને વ્યક્તિનું આયુષ્ય પણ વધે છે.

PROMOTIONAL 12

આ નવા કાયદા હેઠળ, લોકોએ દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવું પડશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે નોકરિયાત સ્થળોએ પણ હસી-ખુશી થી ભરેલું વાતાવરણ બનાવવું જોઈએ આ સાથે જ . દર મહિનાની 8મી તારીખે લાફ્ટર ડે પણ મનાવવામાં આવશે.

જો કે આ નવા કાયદાનો વિરોધ ત્યાંની વિપક્ષ પાર્ટીએ કર્યો છે અને એમનું કહેવું છે કે આ કાયદો મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવા જઈ રહ્યો છે.. હસવું કે ન હસવું એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને તેના પર કોઈ નિયમ ન હોય.

વધુ વાંચો: Video: દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ, જેને ખુશ રહીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આ વાત પર સરકારે ચોખવટ કરી હતી કે આ કાયદો હસવા માટે લોકો પર પ્રેશર નથી બનાવી રહ્યો બસ એમને પ્રેરિત કરી રહ્યો છે અને દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે કે તે આ નિયમનું પાલન કરવા માંગે છે કે નહીં. જો કોઈ આખા દિવસમાં નથી હસવા માંગતુ તો આ નિયમ પ્રમાણે એમને કોઈ સજા નહીં થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japan Laughter Law Laughter Law Yamagata
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ