બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 13 September 2024
જાપાનની સરકારના એક પ્લાનથી દેશમાં ખૂબ ચર્ચા થવા લાગી છે. હકીકતમાં સરકારે શહેરી યુવતીઓ માટે આ ઓફર આપી છે કે જો તે ગામડાના છોકરા સાથે લગ કરે છે તો તેને 6 લાખ યેનથી પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. જાપાની એક રિપોર્ટ પ્રમાણે સરકારે અસંતુલિત ક્ષેત્રીય વિકાસને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો હતો. સરકારનું માનવું છે કે આ વિસંગતિથી દેશની સામાજિક પ્રગતિ પર અસર પડી રહી છે.
ADVERTISEMENT
જાપાનની 2023 ની જનસંખ્યા માઈગ્રેશન રિપોર્ટ પ્રમાણે છેલ્લા વર્ષે લગભગ 68 હજાર ટોક્યોમાં શિફ્ટ થયા. જેમાંથી અડધા કરતાં વધારે મહિલાઓ હતી. જાપાની મીડિયા પ્રમાણે સરકારના આ પ્લાનને લોકોએ પસંદ નથી કર્યો અને આલોચન થવા પર કોઈ પ્રપોઝલ પાછું ખેંચવામાં આવ્યું.
ADVERTISEMENT
પ્લાનનો ઉદેશ્ય
હકીકતમાં તો આ પ્લાન પાછળ સરકારનો વિચાર હતો કે આધિકારિક લોકો મોટા શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. જેથી ગ્રામીણ ક્ષેત્રે વર્કફોર્સ સંકોચી રહી છે. ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં સારું શિક્ષણ, રોજગારના ચક્કરમાં ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરમાં શિફ્ટ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી વસ્તીના સ્થળાંતરને કારણે ઘણી જગ્યાએ શાળાઓ અને હોસ્પિટલો ખાલી પડી છે. તેમને બંધ કરવું પડશે. આ બધાની અસર એ છે કે અહીં નવજાત શિશુનો જન્મ પણ ઘટી રહ્યો છે.
તેથી, વિવિધ પ્રદેશો વચ્ચે આર્થિક વિકાસમાં કોઈ અસંતુલન ન રહે અને વસ્તી વચ્ચે સંતુલન રહે તે માટે આ યોજના બનાવવામાં આવી હતી. આ કારણે એવી પ્રપોઝલ કરવામાં આવ્યું હતું કે જે મહિલાઓ ટોક્યો છોડીને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી થવા માંગે છે તેમને આ પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
આ પ્લાનમાં કહ્યું હતું કે ટોક્યોમાં 23 નગરપાલિકા છે. આ જગ્યાએ કામ કરતી અવિવાહિત કે સિંગલ વુમન આ યોજનાનો લાભ લઈ શકે છે. આ છોકરીને ગ્રામીણ ક્ષેત્રોમાં જઈને પોતાની પસંદ પ્રમાણે છોકરો શોધવાનો ખર્ચ પણ સરકાર આપવા તૈયાર હતી. પરંતુ જ્યારથી પ્રપોઝલ સાર્વજનિક થયું, ત્યારથી તેનો જબરદસ્ત વિરોધ થવા લાગ્યો. અને સરકારને પ્લાન બંધ કરવો પડ્યો.
ભારે વિરોધ
સોશિયલ મીડિયા પર લોકોએ આ યોજનાનો ખૂબ વિરોધ કરતાં કહ્યું કે ગ્રામીણ વિસ્તારને સારા જીવનની આશાએ છોકરીઓ છોડતી હોય છે. હવે સરકાર ઈચ્છે છે કે તેઓ પાછા ફરે. આ એકદમ વાહિયાત છે.
વધુ વાંચો:દુનિયાની એવી જગ્યા જ્યાં જનારા થઈ જાય છે ગાયબ, વર્ષે 2 હજાર લોકો લાપતા, ખતરનાક છે ટ્રાયેંગલ
જનસંખ્યા સંકટ
જાપાન હકીકતમાં આ સમયે અતિશય વસ્તી સંકટમાં છે છે. જન્મદર તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે જૂનમાં, આરોગ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે જન્મ દર સતત આઠમા વર્ષે નિર્ણાયક સ્તરે રહ્યો છે. ગયા વર્ષે દેશભરમાં 5 લાખથી ઓછા કપલોએ લગ્ન કર્યા, જે 90 વર્ષમાં સૌથી ઓછા છે. એક સામાન્ય માન્યતા છે કે અહીંના લોકો લગ્નના ચક્કરમાં ફસાઈ જવા માંગતા નથી અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ નહિવત્ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.