બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 10:02 AM, 6 July 2020
ADVERTISEMENT
જાપાનના ક્યૂશુ દ્વિપ પર થઈ રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર આવતા અત્યાર સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. દ્વિપ પર ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે.
પૂરના કારણે સ્થાનિક તંત્રએ લાખો લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસવાની જરૂર પડી છે. પ્રધાનમંત્રી શિંઝો આબેએ સેનાના 10 હજાર જવાનોને રાહત અને બચાવ કાર્ય માટે તૈયાનત કરી દીધા છે. કૂમા નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યું છે.
ADVERTISEMENT
જાપાનના કુમામોટો અને કગોશિમા પ્રાંતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. હિટામોશી, યત્સુશિરો અને કુમામોટોના અનેક ગામડાઓમાં પૂરના કારણે લોકો ફસાયા હતા. જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પૂરના કારણે 10 લોકો ગુમ થઈ ગયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.