Japan earthquake Two dead more 90 injured after hit by tremor
Earthquake in Japan /
જાપાનમાં શક્તિશાળી ભૂકંપને લઇને સુનામીની ચેતવણી, 2નાં મોત તો 90થી વધુ લોકો ઘાયલ
Team VTV07:47 AM, 17 Mar 22
| Updated: 07:52 AM, 17 Mar 22
Earthquake in Japan: પૂર્વી જાપાનમાં મોડી રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે 2 લોકોનાં મોત નિપજ્યાં છે તો 90થી વધુ લોકો ઘાયલ થયા છે.
પૂર્વી જાપાનમાં ભૂકંપની સાથે-સાથે સુનામીની પણ ચેતવણી
ભૂકંપમાં બે લોકોના મોત નિપજ્યાં
ઘણાં વિસ્તારોમાં 90થી વધુ લોકો ઘાયલ
પૂર્વી જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપની સાથે-સાથે સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ અંગેની જાણકારી ગુરૂવારનાં રોજ ખુદ અધિકારીઓએ જ આપી છે. મધ્યરાત્રિનાં થોડાં જ સમય પહેલાં આવેલા 7.4ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ દેશનાં પૂર્વોત્તરમાં રહેતા લોકો અને અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
અધિકારીઓએ કેટલાંક વિસ્તારોમાં સામાન્યથી 30 સેમી વધારે જળ સ્તર નોંધ્યું છે. જ્યાર બાદ ઉત્તર-પૂર્વ જાપાનના ભાગોમાં ગુરુવારે વહેલી સવારે એક મીટર ઊંચા મોજાંની સુનામીની ચેતવણી હટાવી લેવાઇ હતી. ગુરુવારે રાત્રે અને સવારે આ વિસ્તારમાં કેટલાંક નાના આંચકાઓ પણ ચાલુ રહ્યાં હતાં.
જાપાનમાં અવારનવાર આવતા ભૂકંપથી થતી રહેતી તબાહીથી બચવા માટે ઈમારતોમાં કડક નિયમો અપનાવવામાં આવ્યાં છે. દેશમાં નુકસાનના પ્રારંભિક અહેવાલો પ્રમાણમાં નાના દેખાયા હતા અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરમાણુ પ્લાન્ટમાં કોઈ અસામાન્યતા ન હોતી.
Two killed and dozens injured in the overnight earthquake that rattled large parts of east Japan: AFP
Drone images show a derailed Shinkansen bullet train in Shiroishi, Miyagi prefecture, after a 7.4-magnitude quake in large parts of east Japan overnight (Image source: AFP) pic.twitter.com/mfWJ1yEneo
જાપાનની ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યાં અનુસાર, ભૂકંપમાં બે લોકોના મોત નિપજ્યાં છે. જેમાંથી એકનું મોત ફુકુશિમા વિસ્તારમાં તો બીજી વ્યક્તિનું મોત મિયાગી વિસ્તારમાં થયું હતું. તેમજ ઘણાં વિસ્તારોમાં 90થી વધુ લોકો ઘાયલ થયા છે.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપ ફુકુશિમા કિનારાથી 60 કિલોમીટર (37 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો અને થોડી મિનિટો પહેલાં જ 6.1 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપના તાત્કાલિક પરિણામમાં રાજધાની ટોક્યો અને અન્ય સ્થળોએ અંદાજે 20 લાખ ઘરોની વીજળી ગુમ થઈ ગઈ હતી, પરંતુ તે ધીમે-ધીમે રાતોરાત પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિસિટી કંપની TEPCO એ જણાવ્યું હતું કે, ગુરુવાર સવાર સુધીમાં મિયાગી અને ફુકુશિમા પ્રદેશોમાં લગભગ 35,600 ઘરોમાં વીજળી ન હોતી.