બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 AM, 20 July 2024
કોરાનાકાળને લોકો માંડ ભૂલી રહ્યા છે. પરંતુ કોરોના છે કે જાને કા નામ નહીં લે રહા. સમયાંતરે જુદા જુદા વેરિયંટ સ્વરૂપે કોરોના પાછો આવી રહ્યો છે. એક વખત આખી દુનિયામાં કોરોનાએ કોહરામ મચાવ્યા બાદ હવે ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. જાપાનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. નિષ્ણાતોએ જાપાનમાં કોરોનાના નવા વેરિયંટની ચેતવણી આપી છે. તેમના કહેવા પ્રમાણે જાપાનમાં હાલ ફેલાયેલો કોરોનાનો વેરિયંટ વધુ ખતરનાક છે. જે દેશમાં કોરોનાની 11મી લહેર ફેલાવી રહ્યો છે.
ADVERTISEMENT
જાપાનના ચેપી રોગ એસોસિયેશનના અધ્યક્ષ કાજુહિરો ટેટોડાના કહેવા પ્રમાણે દેશમાં KP.3 વેરિયંટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલે સુધી કે જે લોકો વેક્સિન પણ લઈ ચૂક્યા છે, કે જેમને ભૂતકાળમાં કોરોના થઈ ચૂક્યો છે, તેમને પણ આ વેરિયંટ થઈ રહ્યો છે. ટેટોડાએ ધીસ વીક ઈન એશિયા સાથેની વાતચીતમાં કહ્યું કે,'આ વાઈરસ જ્યારે પણ પાછો આવે છે, સ્વરૂપ બદલે છે, ત્યારે વધારે ખતરનાક બની જાય છે. વેક્સિનેશન બાદ લોકો ઈમ્યુનિટી ઝડપથી ગુમાવી દે છે. એટલે નવા વેરિયંટ સામે લડવાની ક્ષમતા વધતી નથી. તેનાથી નવો વેરિયંટ ઝડપથી ફેલાય છે.'
ADVERTISEMENT
જાપાનમાં સલાહકાર પેનલમાં સામેલ ટેટેડાએ કહ્યું કે આગામી અઠવાડિયા જાપાન માટે મહત્વપૂર્ણ રહેવાના છે. હાલ હોસ્પિટલોમાં કોવિડ 19ના નવા વેરિયંટના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. જો કે સારી વાત એ છ કે મોટા ભાગના કેસ ગંભીર નથી. KP.3 વેરિયંટના લક્ષણોમાં તાવ આવવો, ગળામાં ખરાશ થવી, ગંધ અને સ્વાદ ગુમાવી દેવા, માથાનો દુઃખાવો અને થાક સામેલ છે.
આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે આખા જાપાનમાં હોસ્પિટલોમાં 1થી 7 જુલાઈમાં કોરોનાના કેસનું સંક્રમણ 39 ટકા વધ્યું છે. ઓકિનાવા પ્રાંતમાં વાઈરસના નવા સ્ટ્રેનના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ફૂજી ન્યૂઝ નેટવર્કના રિપોર્ટ પ્રમાણે KP.3 વેરિયંટના દેશ ભરમાં 90 ટકા કરતા વધારે કેસો છે. જેને કારણે હોસ્પિટલમાં બેડ ઘટવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે.
વધુ વાંચો: એલર્ટ રહેજો, આવી રહ્યું છે લોપાર તોફાન, ગુજરાતમાં અહીં થશે અસર
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ની શરૂઆતમાં જાપાનમાં કોવિડ 19નો પહેલો કેસ સામે આવ્યા બાદ જાપાનમાં અત્યાર સુધીમાં 34 લાખ કરતા વધુ કેસ નોંધાયા છે અને કુલ 75 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.